×

પ્રસ્તાવના

જીલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરની તમામ પ્રકારની નાણાંકીય બાબતોને લગતી કામગીરીનું સંચાલન રાજયની તિજોરી કચેરીની માફક જીલ્લા પંચાયત બનાસકાંઠાની હિસાબીશાખા ઘ્વારા કરવામાં આવે છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયતની તમામ શાખાઓ ઘ્વારા બાંધકામ / આરોગ્ય / શિક્ષણ / તેમજ વિકાસ તેમજ લોકોપયોગી ખરીદી તેમજ સમાજ કલ્યાણ તથા તમામ કર્મચારીઓના જી.પી.ફંડના હિસાબો રાખવા / જાળવવા તથા ઉપાડ અંગેની કામગીરી પેન્શન કેશોની કામગીરી જુથવિમા, વાહન પેશગી, મકાન પેશગી, અનાજ પેશગી વગેરે પગાર ભથ્થાંને લગતી તથા ગ્રાન્ટોની ઉગવણીના બીલો જેતે શાખા ઘ્વારા હિસાબીશાખામાં મોકલવામાં આવતાં તેની નાણાંકીય નિયમોનુસાર ચકાસણી કરી બીલના નાણાં પાસકરી ચેક ઘ્વારા ચુકવણાની કામગીરી કરવામાં આવે છે.

જીલ્લા પંચાયતના તમામ પ્રકારના લેવડ દેવડના હિસાબોની નોંધો સંબંધિત રજીસ્ટરોમાં કરી તેની વ્યવસ્થિત નિભાવણી કરી તેના પરથી હિસાબો તૈયાર કરી તેનું મેળવણું કરી માસને અંતે તથા વર્ષાન્તે નિયત ફોર્મમાં હિસાબ વિકાસ કમિશ્નરશ્રી, ગુ.રા.ગાંધીનગરને સાદર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ હિસાબો પૂર્ણ થતાં થયેલ વર્ષના આવક / ખર્ચ વધ-ઘટ ના હિસાબોની ચકાસણી કરી જેતે શાખા ઘ્વારા તૈયાર કરવામાં આવેલ યુટીલાઈઝેશન સર્ટીફિકેટ કાઉન્ટરસાઈન કરી જેતે શાખાના મારફતે સંબંધિત સરકારશ્રીના વિભાગોમાં મોકલી આપવામાં આવે છે.