×

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

 • યોજના હેઠળ ખેડુતોનો સમાવેશ :
 • બાગીયા તેમજ ભાડુઆત ખેડુતો સહિત રાજયના તમામ ખેડુતો યોજનાનો લાભ લેવા પાત્રતા ધાવે છે.
 • ફરજિયાત ઘટક ઋતુ આધારિત પાક ધીરાણ મેળવતા તમામ ખેડુતોનો ફરજીયાતપણે સમાવેશ..
 • મરજીયાત ઘટક : બિન-ધિરાણી ખેડુતો માટે યોજનાનો અમલ મરજીયાત રહેશે.
 • બિન –ધિરાણી ખેડુતો અથવા રાજયમાં અમલી અન્ય પાક વિમા યોજનામાં મરજીયાતપણે જોડાઇ શકશે.યોજના હેઠળ પાકોનો સમાવેશ :
 • (૧) ખાધ્ય પાકો (૨) તેલીબીયા પાકો (૩) વાર્ષિક વાણિજિયક અને વાર્ષિક બાગાયત પાકો નીચે મુજબના જોખમોનો સમાવેસ થયેલ છે.
 • (૧) વાવેતર ન થવું /રોપણી ન થવી (૨) ઉભો પાક (વાવણીથી કાપણી સુધી) (૩) કાપણી પછીનું નુકશાન (૪) સ્થાનિક આપતિઓ .
 • પ્રિમિયમ દર અને ખેડુત ધ્વારા ચુકવવામાં આવતા પ્રિમિયમના દરના તફાવને સામાન્ય પ્રિમિયમ સબસીડી તરીકે ગણવામાં આવશે. જે કેન્દ્ર અને રાજય સરકારશ્રી ધ્વારા સમાન હિસ્સે ચુકવવામાં આવશે.

સરદરપટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના

 • ખેડુત પોતાની આગવી કોઠા સુઝથી નવીનત્તમ ટેકનીકલ દ્રરા નક્કી કરેલ ૬ક્ષેત્રો પૈકી કોઇ પણ ક્ષેત્રોમાં આગવુ પ્રદાન કરેતો દરેક ક્ષેત્રોમાં
 • પ્રથમ આવનાર ખેડુતોને પુરસ્કાર પેટે રૂ.૫૧૦૦૦/- (એકાવના હજાર) રોકડા તથા શાલ અને સન્માનપત્ર આપવામાં આવે છે
 • દરેક ક્ષેત્રમાં અન્ય પાંચ ખેડુતોને શાલ અને સન્માનપત્ર આપવામાં આવે છે

ખેડુતો ખાતેદરોને ખેડુત અકસ્માત વિમા યોજના

 • રાજ્યના તમામ વર્ગના ખેડુત ખાતેદારોને ખેડુત અકસ્માત વિમા યોજના હેઠળ વિના મુલ્યે વિમા કવચ.
 • રાજ્યના તમામ વર્ગના ખેડુત ખાતેદારોને ખેડુત અકસ્માત વિમા યોજના હેઠળ વિના મુલ્યે વિમા કવચ.
 • કાયમી અપંગતા ના કીસ્સાનમાં બે આંખ / બે હાથ /બે પગ પૈકી કોઇપણ બે અંગ ગુમાવે તો રૂ.એક લાખ અને બે આંખ/બે હાથ/બે પગ પૈકી કોઇપણ એક અંગ ગુમાવે તો રૂ. પચાસ હજાર આર્થીક સહાય આપવામાં આવે છે.
 • રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૨ થી પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) નો સમાવેશ
 • વર્ષ ૨૦૧૬ થી પ્રથમ હયાત વારસદાર (પુત્ર/પુત્રી) ઉપરાંત ખાતેદાર ખેડુતના પતી/પત્નીનો સમાવેશ કરવામાં આવે છે.

સજીવ ખેતી યોજના

 • ગુજરાત ઓર્ગેનીક સર્ટીફિકેશનની સ્થાપના
 • સેન્દ્રીય ખેતીના પ્રોત્સાહન માટે સહાય પુરી પાડવા માટેની અરજી કરવા આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન સુવિધા
 • ચારેય કૃષિ યુનિવર્સિટીમાં ઓર્ગેનિક રીસોર્સ સેન્ટરની સ્થાપનાની કામગીરી માટેની કાર્યવાહી
 • ૧૦૦૫૪ હેક્ટરના સી ૪ સર્ટીફિકેત મેળવેલ ખેડુતોને સેન્દ્રીય ખેતી નીતિ હેઠળ આવરી લેવા આયોજન
 • ૧૦૦૫૪ હેક્ટરના સી ૪ સર્ટીફિકેત મેળવેલ ખેડુતોને સેન્દ્રીય ખેતી નીતિ હેઠળ આવરી લેવા આયોજન

ટેકાના ભાવની યોજના

 • ભારત સરકારે નિયત કરેલ ટેકાના ભાવોથી યોજનામાં સમાવિષ્ટ ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો પોતાની નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેદુતો પાસેથી ખરીદ કરી ખેડુતોને આર્થિક રક્ષણ આપવાના હેતુથી ખેડુતો પાસેથી સીધી ખરીદી કરી ભાવોનું રક્ષણ આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૫-૧૬ માં કપાસની ટેકાના ભાવે ખરીદી

 • ભારત સરકારશ્રી દ્વારા સને ૨૦૧૫-૧૬ માટે કપાસના ટેકાના ભાવ લંબતારી કપાસ માટે રૂ.૪૧૦૦ પ્રતિ ક્વિન્ટલ તથા મધ્યમતારી કપાસ માટે રૂ.૩૮૦૦ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.
 • વર્ષ ૨૦૧૫-૧૬ માટે રાજ્યના ખેડુતોને કપાસના ટેકાના ભાવ ઉપરાંત રૂ.૫૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ જાહેર કરેલ છે.

ખેત સમધારન ફંડની યોજના

 • હેતુ :- ખેત સમધારણ ફંડતો મુખ્ય આશય
 • જે પાકોનું ટેકાના ભાવની યોજનામાં સમાવેશ નથી તેવા ટુંકા ગાળામાં નાશ પામે તેવા પાકો માટે ખેત સમધારણ ફંડ હેઠળ ખરીદી કરવામાં આવે છે.

Ikhedutપોર્ટલ

 • www.ikhedut.gujarat.gov.in
 • નોંધણી ન કરાવેલ ખેડૂતો/પશુપાલકો/માછીમારો માટે પણ સહાય યોજના માટે અરજી કરવાની સુવિધા.
 • I-khedut (આઇ ખેડૂત) પોર્ટલમાં અરજી કરવાની સુવિધા ઈન્ટરનેટના માધ્યમ પર પણ ઉપલબ્ધ
 • યોજનાના લાભો મેળવવા તમામ લાભાર્થીઓને સમાન તક
 • ખેડૂત દ્વ્રારા કરાયેલ સહાય અરજીની પરિસ્થિતિ જાણવાની સુવિધા
 • સહાયના નાણાં સીધેસીધા લાભાર્થીના એકાઉન્ટમાં જમા
 • કૃષિ અને સંલગ્ન વિષયોની તાંત્રિક અને આનુષાંગિક માહિતી
 • કૃષિ અને સંલગ્ન વિષયોની તાંત્રિક અને આનુષાંગિક માહિતી