×

શાખાની કામગીરી

 • પશુસારવાર

  જીલ્લાપંચાયતની સંસ્થાઓ મારફતે જીલ્લાના વિસ્તારના બિમાર પશુઓને પશુ દવાખાનામાં, પ્રવાસમાં તેમજ ખાનગી કોલ મારફતે વિવિધ બિમારી, રોગોની સારવાર પુરી પાડવામાં આવે છે. તેમજ ખાનગી વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પુરી પાડવામાં આવે છે.

 • રોગ નિયંત્રણ અને રસીકરણ-

  જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા ચેપી રોગ જેવાં કે, ગળસુંઢો, ખરવા-મોવાસા, બ્લેક કવાર્ટર, શીપ પોકસ, હડકવા જેવા રોગોની સામે રોગ પ્રતિબંધક રસી મુકી સઘન રસીકરણ કરવામાં આવે છે. તેમજ રોગચાળો જયારે થાય ત્યારે રોગ નિયંત્રણના પગલા લેવામાં આવે છે. સારવાર આપવામાં આવે છે.રોગ સંશોધનની કામગીરી પણ લેબોરેટરીના નમૂના મોકલી પરિક્ષણ કરાવી જે તે રોગનું સચોટ નિદાન કરવામાં આવે છે.

 • >ખસીકરણ

  પશુઓની શુઘ્ધ ઓલાદ ગાય-ભેંસોના પ્રજનનું કામ સંપૂર્ણ શુઘ્ધ ઓલાદનાં લક્ષણો ધરાવતા સાંઢ-પાડાથી થાય તે જોવા માટે ગામડામાં રખડતા બાંગરા, સાંઢ પાડાનું ખસીકરણ કરી પ્રજનન અટકાવવામાં આવે છે.

 • પશુ સંવર્ધન/ કૃત્રિમ બીજદાન

  જીલ્લામાં કુલ-૩૨ કેન્દ્રો મારફતે દૂધ ઉત્પાદકના ઉચ્ચ કક્ષાના ગુણો ધરાવતા સાંઢ-પાડાના વિર્યથી કૃત્રિમ બીજદાનની કામગીરી કરવામાં આવે છે અને ઓછુ દૂધ ઉત્પાદન આપતી ગાયોમાં જર્સી, એચ.એફ.સાંઢના પ૦ ટકાના વિર્યથી કૃ્રિત્રમ બીજદાન કરવામાં આવે છે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરવાની કામગીરી કરવામાં આવે છે.

 • સંકલ્પ પત્ર યોજના અન્વયે પશુ ઉત્પાદકતા વૃઘ્ધિ કેમ્પ અને પશુ સંવર્ધન શૈક્ષણિક કેમ્પનું આયોજન કરી પશુપાલકોમાં પશુ સારવાર, પશુપાલનની તેમજ ખાતાકીય યોજનાઓનો વધુમાં વધુ લાભ લેતા થાય તેવી તાલીમ આપવામાં આવે છે અને પશુસારવાર કેન્દ્રમાં વંધત્વની નિવારણની કામગીરી કરી પશુપાલકોની આર્થિક પરિસ્થિતી ઉંચી આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.