×

પ્રસ્‍તાવના

બનાસકાંઠા જીલ્લા માં કુલ ર૯ સરકારી આયુર્વેદ દવાખાનાઓ આવેલ છે.જેમાં ૧૯ દવાખાનાઓ માં મે.ઓ.(વર્ગ-ર)ની જગ્યા ભરેલ છે.જયારે ૧૦ દવાખાનાઓમાંમે.ઓ.(વર્ગ-ર)ની જગ્યા ખાલી છે.

ર૯ સરકારી આયુર્વેદ દવાખાનાઓ માં ૧૨ કંપાઉન્ડર તથા ૧૩ પટાવાળા નું મહેકમ મંજુર થયેલ જેમાંથી ૨ કંપાઉન્ડર નું મહેકમ ભરાયેલ છે.

બનાસકાંઠા જીલ્લા માં કુલ ૯ સરકારી હોમિયોપેથી દવાખાના આવેલ છે.જેમાંથી ૨ સરકારી હોમિયોપેથી દવાખાના માં મે.ઓ. (વર્ગ-૩) ની જગ્યા ભરેલ છે.જયારે ૭ સરકારી હોમિયોપેથી દવાખાના માં મે.ઓ.(વર્ગ-૩)ની જગ્યા ખાલી છે.

અત્રેની શાખા માં જીલ્લા આયુર્વેદ અધિકારી (વર્ગ-૧),જુનિયર કલાર્ક (વર્ગ-૩) તથા પટાવાળા (વર્ગ-૪) નું મહેકમ છે.જેમાંથી જીલ્લા આયુર્વેદ અધિકારી (વર્ગ-૧) ની જગ્યાખાલીછે. પટાવાળાની જગ્યા પણ ખાલી છે. જુનિયર કલાર્કની જગ્યા ભરેલી છે.

અત્રેની કચેરી માંથી શાખા નો હિસાબી ખર્ચ અત્રેથી બીલ બનાવી જિ.પં.ની હિસાબી શાખા માં રજુ કરી પાસ કરવામાં આવે છે.તથા ૧૫ રાજય સરકાર હસ્તક ના દવાખાના નો પગાર હિસાબી ખર્ચ અત્રેથી બીલ બનાવી ટ્રેઝરી ઓફિસ માં રજુ કરી પાસ કરવામાં આવે છે.