×

આબોહવા

ભૌગોલિક રીતે બનસાકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે. આ જીલ્લામાં મુખ્ય પાકમાં બાજરી અને એરંડા છે. રવિ પાકોમાં ઘઉં, જીરુ, રાયડો, સરસવ, ઈસબગુલ વગેરે છે. પહાડી પ્રદેશમાં મુખ્ય પાક મકાઈ છે. આ જીલ્લાનો તમાકુનો પાક નહિવત છે. જીલ્લા વિસ્તારમાં બે પ્રકારની મોસમ છે ગરમ અને સુકી. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. જીલ્લાના પૂર્વ ભાગમાં અરવલ્લીના ડુંગરોનો ભાગ જંગલો બની રહે છે અને તેમા પાલનપુર અને તેમા દાંતા તાલુકાના અમુક ભાગનો સમાવેશ થાય છે.

બનાસકાંઠા જીલ્લો બનાસ નદીના કાંઠાની ઉપર આસપાસમાં વસેલા પ્રદેશનો બનેલો છે. જીલ્લો ર૩-૩૩° થી ર૪-૪પ° ઉતર અક્ષાંશ અને ૭૧-૦૩° થી ૭૩-૦ર° પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ રીતે આ જીલ્લો ગુજરાતની ઉતર-પશ્ચિમ બાજુ પરના ભાગોમાં પથરાયેલો છે. જીલ્લોની ઉત્તર બાજુ રાજસ્થાન રાજયના મારવાડ તથા સિરોહીના પ્રદેશો , પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો તથા જીલ્લાના પશ્વિમ ભાગમાં પાટણ જીલ્લો આવેલો છે.

બનાસ અને સીપુ એ જીલ્લાની મોટામાં મોટી નદી છે. આ બંને નદીઓ ઉપર ડેમ બાંધવામાં આવેલ છે. તે સિવાય સીપુ અને બાલારામ નદીઓ તેની શાખાઓ છે. અર્જુની નદી કે જે હિન્દુ જનતા માટે પુજનીય છે. તે દાંતા અને અંબાજીની ટેકરીઓમાંથી નીકળી સરસ્વતી નદીને વડગામ તાલુકાના મોરીયા ગામે મળ્યા બાદ સરસ્વતી નામ ધારણ કરેલ છે.

બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ, સીપુ નદી ઉપર સીપુ ડેમ અને સરસ્વતી નદી ઉપર મુકતેશ્વર ડેમ બાંધવામાં આવેલ છે.  બનાસ અને સીપુ નદી ડીસા તાલુકાના ભડથ ગામે એક થઈ સીપુ નદી બનાસ નદીમાં સમાઈ જાય છે.