×

શાખાની કામગીરી

સહકાર શાખા, જીલ્લા પંચાયત બનાસકાંઠામાં જે કામગીરી થાય છે. બનાસકાંઠા જીલ્લાના ૧૨ તાલુકા સાથે સંકળાયેલ છે. સહકાર શાખામાં મુખ્યત્વે કામગીરીમાં નીચે મુજબની કામગીરી થાય છે.

અંગેની કામગીરીમાં જે ને મુખ્ય પ્રયોજકશ્રી તરફથી જે તે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી (સહકાર) પાસે રજુ કરે છે. વિસ્તરણ અધિકારી (સહકાર) જે તે સુચિત મંડળીના ગામે જઇ, સ્થળ સ્થિતીથી સભાસદોની ચકાસણી કરી, ચેકલીસ્ટ ભરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીના અભિપ્રાય સહ સહકારી મંડળીની દરખાસ્ત અત્રેની જીલ્લા પંચાયત કચેરીએ મોકલે છે.

જીલ્લા પંચાયત કચેરીએ સહકાર શાખામાં આવેલ દરખાસ્ત શાખા ધ્વારા ચકાસણી કરી સેવા સહકારી મંડળીની દરખાસ્ત હોય તો ભલામણ સમિતિની બેઠક સમક્ષ યોગ્ય તે ભલામણ સારૂ રજુ કરવામાં આવે છે. ભલામણ સમિતિની નીચે જણાવેલ ત્રણ અધિકારીશ્રીઓની બનેલ છે.

  • જીલ્લા રજીસ્ટ્રારશ્રી (સ.મં.) સ્ટેટ
  • મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રી (સ.મં.) પંચાયત
  • જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક પાલનપુરના પ્રતિનિધી

સેવા સહકારી મંડળીની દરખાસ્ત અંગે ભલામણ સમિતિએ કરેલ ભલામણ અન્વયે જે તે દરખાસ્ત મંજુર / નામંજુર કરવા અંગેના નિર્ણય સારૂ દરખાસ્ત જીલ્લા પંચાયતની ઉત્પાદન- સિંચાઇ અને સહકાર સમિતિની બેઠક સમક્ષ રજુ કરવામાં આવે છે. સમિતિએ લીધેલ નિર્ણય મુજબ સહકારી મંડળીની નોંધણી કરવા અંગેની આગળની કાર્યવાહી (નામંજુર કરવા અંગેની કાર્યવાહી મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રી (સ.મં.) પંચાયત કરે છે.

સેવા સહકારી મંડળી સિવાયની અન્ય દરખાસ્તો જેવી કે, ગોપાલક, વિવિધ કાર્યકારી સહકારી મંડળી, બીજ ઉત્પાદક સ.મં, ફળ શાકભાજી, મંડળી ખેતી, સિંચાઇ, ઔધોગિક વિગેરે પ્રકારની દરખાસ્તો ભલામણ સમિતિમાં રજુ કરવાની થતી નથી. આવી દરખાસ્તો શાખા દ્રારા ચકાસણી કરી યોગ્ય તે નિર્ણય સારૂ સીધે સીધી જિ.પં.ઉત્પાદન, સિંચાઇ અને સહકાર સમિતિમાં રજુ કરવાની થાય છે. / કરવામાં આવે છે.

પેટા કાયદા સુધારા અંગેની દરખાસ્તો તાલુકા કક્ષાએથી અત્રે રજુ કરવામાં આવે છે. અને સહકાર શાખા ધ્વારા ચકાસણી કરી / ખામીઓ હોય તો પુર્ણ કરાવવામાં આવે છે. અને ત્યારબાદ ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિમાં રજુ કરવામાં આવે છે. જેના મંજુર / નામંજુર અંગેના નિર્ણયો લેવામાં આવે છે. અમલ મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રી (પં) ધ્વારા કરવામાં આવે છે.

મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રી(પં) જીલ્લાની મંડળીઓની મુલાકાત/ઈન્સ્પેકશન કરવામાં આવે છે. અને મંડળીઓ અંગેના વહીવટ, સંચાલન, અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવે છે. અને જરૂર પડયે મંડળીના હિતમાં યોગ્ય પગલા પણ ભરવામાં આવે છે. સરકારશ્રીની વખતો વખતની સુચનાઓ પ્રત્યે મંડળીઓને ધ્યાન દોરવામાં આવે છે.

મંડળીઓ, સભાસદો દ્રારા કરવામાં આવતી અપીલોની કાર્યવાહી કરવામાં આવે છે. સહકાર શાખામાં ઉપર મુજબની કામગીરી થાય છે. અત્રેની કચેરીએ ગ્રામ્ય લેવલની મંડળીઓ અંગેની કામગીરી પુરતા અધિકારો આપેલ છે. અન્ય જેવી કે, ઓડીટ કરવા અંગેની જવાબદારી સ્પેશ્યલ ઓડીટરથી સ.મં.સ્ટેટને સુપ્રત થયેલ છે