×

પ્રસ્તાવના

સરકારનું હાલના તબકકે પ્રજાને જીવન માટે મહત્વનું અને આગવું પ્રદાન રહેલ છે. સહકારથી જે એક, બે વ્યકિતગત ન કહી શકાય તે કામ માટે સરકાર દ્રારા જ શકય બનેલ છે. અને તે માટે જીલ્લા લેવલે જીલ્લા રજીસ્ટ્રાર (સ્ટેટ), અને મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર (પંચાયત) કચેરીઓએ મંડળી નોંધણીઓની કાર્યવાહી થાય છે.

જીલ્લા રજીસ્ટ્રાર(સ્ટેટ) કચેરીએ તમામ પ્રકારની (ગ્રામ્ય લેવલ સિવાય )મંડળીઓની નોંધણી થાય છે. અને મદદનીશ જીલ્લા રજીસ્ટ્રારશ્રી (પં) ની કચેરીએ (ગ્રામ્ય લેવલની ) સેવા પ્રકાર (દૂધ સિવાય) અન્ય પ્રકારની મંડળીઓની નોંધણી થાય છે. તે અંગેની માહિતી આ સાથે આપવામાં આવેલ છે. જે લોકોને જાણકારી માટે તેમજ ઉપયોગી થાય તે માટે સહકાર શાખાની કામગીરી ઉપરથી ચોકકસ ખ્યાલ મળી રહેશે. તે મુજબ માહિતી એકત્ર કરી રજુ કરવા પુરતા પ્રયત્ન કરવામાં આવેલ છે. જે લોકો માટે મદદરૂપ, ઉપયોગી, માર્ગદર્શન રૂપ બનશે.