૨. ગ્રામ કોમ્પ્યુટર સાહસિક
- ઇ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે ગામના ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની સેવાઓ ઇ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. આ અંગેની મહત્વની બાબતો નીચે મુજબ છે.
- ૫બ્લિક -પ્રાઇવેટ-પાર્ટનરશી૫ (PPP) નું આદર્શ ઉદાહરણ.
- ઇ-સેવાઓ માંથી થતી આવકના આધારે આવક વહેંચણીના ધોરણે કામગીરી.
- ગ્રામપંચાયત ખાતે ગામના યુવાન/યુવતી માટે સ્વરોજગારીની તક ઉભી થશે.
- ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની ગ્રામપંચાયત ખાતે સતત ઉ૫લબ્ધિને કારણે ગ્રામ્યજનોને ઇ-ગ્રામ સેવાઓ સમયસર પૂરી પાડી શકાશે અને ગ્રામપંચાયતની આવકમાં વધારો થશે.
ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની મુખ્ય ફરજો.
- ગ્રામ્યજનોને ઇ-સેવાઓ જેવી કે જન્મ-મરણનું પ્રમાણ૫ત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો વગેરે તથા વિવિધ વિભાગોની યોજનાઓના ફોર્મસ /અરજી૫ત્રકો પૂરા પાડશે.
- ઇન્ટરનેટ આધારિત સાયબર સેવાઓ જેવી કે વિવિધ માહિતી મેળવવા માટે ઇન્ટરનેટ સર્ફિગ, ઇ-મેઇલ મોકલવા/મેળવવા સબંઘિત કામગીરી વગેરે પૂરી પાડશે.
- ગ્રામપંચાયતની કચેરી સબંધિત રેકોર્ડની ડેટા-એન્ટ્રી અને રેકર્ડ અ૫ડેટ કરવા માટેની કામગીરી કરશે.
- ભવિષ્યમાં, ઇ-ગ્રામ પંચાયત ખાતે વીજળી અને ટેલીફોનના બીલ, વીમા અને ટપાલ સબંધિત સેવાઓ પૂરી પાડવા જેવી કામગીરી કરવાની રહેશે.