×

જોવાલાયક સ્‍થળો

સ્થળનું નામ જગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા, જિ.બનાસકાંઠા
સ્થળની વિસ્તૃત માહિતી અરવલ્લીની ગિરિમાળાઓને સવિશેષ પવિત્રતા અને
સુંદરતા બક્ષતું આ તીર્થસ્થાન કરોડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. એકાવન શકિતપીઠો પૈકીનું અંબાજી શકિતપીઠને સરસ્વતીના મુખસ્થાનનું સામીપ્ય પ્રાપ્ત છે. પાલનપુરથી ૬૩ કી.મી.દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને, શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે. પ્રતિદિન ભકતોથી ઉભરાતા આ મંદિરમાં દર પુનમે માનવભરી આવે છે. તો દર ભાદરવી
પુનમે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ છલકાય છે. ભવ્ય મંદિર શકિતધ્વાર, ગબ્બર વગેરેની ભવ્યતા રમણીય છે. ભગવત પુરાણ આધારિત એક કથાનુંસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિસક'' નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું, દક્ષે બધાજ દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ
હોવા છતાં સતી પાર્વતી પિતાને ધેર પહોંચી ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ તે યજ્ઞકુંડમાં
પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો. ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ધુમવા લાગ્યા.
તેથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. આરાસુરમાં માતાજીના હદયનો
ભાગ પડયો હોવાનું મનાય છે. આથી આરાસુરી શકિતપીઠનું શ્રધ્ધાળુઓમાં વધુ મહત્વ છે. અંબાજીમાં કોઇ
મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પુજા થાય છે. શુધ્ધ સોનામાંથી બનાવેલ આ યંત્રમાં ૫૧ અક્ષરો
હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં નજરથી જોવાનું નિષેધ હોઇ પુજારી આંખે પાટા બાંધીને
પુજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. અંબાજીમાં વિશ્રામગૃહ હોલીડે હોમ, અંબિકા વિશ્રામગૃહ તેમજ
જુદા જુદા સમાજની ધર્મશાળાઓમાં રહેવાની તથા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અધ્યતન
હોટલો પણ આવેલી છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર
થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર કી.મી. (જિલ્લા કક્ષાએથી) ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પૂનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
સ્થળનું નામ કુંભારીયા જૈન દેરાસર, અંબાજી તા. દાંતા, જિ.બનાસકાંઠા
સ્થળની વિસ્તૃત માહિતી ભગવાન નેમિનાથ, ભગવાન મહાવીર સ્વામી, ભગવાન પ્રાર્શ્વનાથ,ભગવાના શાંતિનાથ અને ભગવાન સંભવનાથના પાંચ દેરાસરોના સમુહ ધરાવતાં કુંભારીયાજી માટે એવી દંતકથાઓ છે કે, ભીમદેવ સોલંકીના વખતમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમળશાહએ પોતે બધે વિજય અને સફળતા મેળવ્યા પછી તેની યાદ કાયમી
કરવા સફેદ આરસના સુંદર દેરાસરોનો સમુહ બાંધવાનો વિચાર કર્યા અને એ માટે ચિત્તોડના રાણા કુંભાજીએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક વસાવેલ કુંભારીયા ગામની જગા ઉપર પસંદગી ઉતારી વિમળશાની પત્ની સુમંગલા અંબાજી માતાજીના પરમ ભકત હોઇ આ કામમાં માતાજીના કૃપા માટે પ્રાર્થના કરી એક દિવસ
માતાજીએ સ્વપ્નમાં આવી કહયું કે, તારી બધી ઇચ્છા પુરી થશે, નાણાની ખોટ નહી પડે. વિમળશાએ સફેદ
આરસના સુંદર કલાકૃતિવાળા ૩૬૦ જૈન દેરાસરો બંધાવ્યા. કામગીરી પુર્ણ થતાં વિમળશા હર્ષવિભોર બની ગયા ત્યારે બાલિકા સ્વરૂપે માતાજીએ તેમની પાસે જઇ પુછયું કે, કોની કૃપાથી આ મંદિરો બનાવ્યા. વિમળશા માતાને ઓળખી શકયા નહિ અને બોલ્યા મારા ધર્મગુરૂના પ્રતાપે. માતાજીએ ફરી ફરી પુછતાં આ જ જવાબ મળતાં
માતાજી ક્રોધિત થયા અને વિમળશાને કહયું વિમળ હવે તમે અહીં ના રોકાશો, નાસી છુટો વિમળશા અને
સુમંગલા નાસીને આબુ જતા રહયા. ત્યાં ભયાનક આગે દેખા દીધી પાંચ દેરાસરો સિવાયના બાકીના નષ્ટ થઇ
ગયાં આ પાંચ દેરાસરોમાં પાંચ તીર્થ શ્રી પ્રાર્શ્વનાથ ભગવાન, શ્રી મહાવીર સ્વામી, ભગવાનશ્રી નેમિનાથ,
ભગવાન શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિમાજી પ્રસ્થાપિત કરેલી છે. અહી શેઠ આનંદજી કલ્યાણજીની પેઢી તરફથી ધર્મશાળા, ભોજનશાળા તેમજ પૂજાવિધી માટે વ્યવસ્થા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું ૫ાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર(જિલ્લાથી ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
સ્થળનું નામ પ્રાચીન અને પવિત્રધામ કોટેશ્વરમંદિર(અંબાજી)
સ્થળની વિસ્તૃત માહિતી અંબાજીથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ કોટેશ્વર મહાદેવનું મંદિર નજીક આવેલી ટેકરી પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ હોવાથી ભગવાન શંકરના આ મંદિરનું મહાત્મય ધણું
વધી જાય છે.મંદિરની નજીકમાં આવેલ કુંડ અતિપવિત્ર
ગણાય છે. પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ આ કુંડમાં નજીકની ટેકરીઓમાંથી ગૌમુખ ધ્વારા નદીનું પવિત્ર પાણી બારેમાસ સતત વહયા કરે છે. ભાવિક આત્માઓ આ કુંડમાં સ્નાન કરવા તેમજ આ પાણીનો ચરણસ્પર્શ કરવા કુંડના પગથિયાં ઉતરી સ્નાન તેમજ ચરણસ્પર્શ કરી ધન્યતા
અનુભવે છે. ૧૮૫૭ ના રાષ્ટ્રિય ક્રાંતિકારી નેતા નાના સાહેબ ફડનવીસે બળવા પછીનો એમની જિંદગીનો શેષકાળ આ મંદિરની બાજુની ગુફામાં રહી ભગવાન શંકરની ધર્મ આરાધના કરતા આ મંદિરમાં ગાળયો હતો. તેમની સમાધિ મંદિર પાસે ઉંચા ઓટલા પર આવેલ છે. આ મંદિર
નજીક વાલ્મિકી આશ્રમ આવેલ છે. જયાં ઋષિ વાલ્મિકીએ લવ અને કુશને શિક્ષણ-તાલીમ આપી હોવાનું મનાય
છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર
થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર કી.મી. (જીલ્લા કક્ષાએથી) ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પૂનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
સ્થળનું નામ માનસરોવર, અંબાજી
સ્થળની વિસ્તૃત માહિતી અંબાજી મંદિરથી બિલકુલ નજીક જ પુર્વ દિશામાં પુરાણું માનસરોવર આવેલુ છે. માનસરોવર વિશે પણ લોકો પવિત્ર આસ્થા ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના ચોલકર્મ એટલે કે માથાના વાળ ઉતારવાની વિધી અહી કરવામાં આવી હોવાની દંતકથા છે. આજે પણ ગુજરાતભરમાંથી લોકો નાના બાળકના પ્રથમ વખતના માથાના વાળ અહીં ઉતરાવે છે. માનસરોવર
ની બાજુમાં જ અન્ય માતાજીનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અંબિકા માતાજીના બહેન અજય માતાજી અહીં પ્રગટ
થયાં હતા.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર
થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દર પૂનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
સ્થળનું નામ કામાક્ષી મંદિર, અંબાજી
સ્થળની વિસ્તૃત માહિતી અંબાજી ખેડબ્રહમા રોડ ઉપર બે કીલોમીટરના અંતરે કામાક્ષી મંદિર આવેલું છે. આ મંદિરની રચના
દક્ષિણ ભારતના શિલ્પ સ્થાપત્યો અનુસાર કરાવાઇ છે. અહી ૫૧ શકિતપીઠોની સ્થાપના કરવામાં આવેલ છે. જયાં નિયમિત પુજા-અર્ચના થાય છે. કામાક્ષી મંદિરથી થોડે દુર કોટેશ્વર સ્થાન આવેલ છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગર
થી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દરપુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
સ્થળનું નામ રીંછડીયા મહાદેવ, અંબાજી
સ્થળની વિસ્તૃત માહિતી અંબાજી ખેડબ્રહમા રોડ ઉપર કુંભારીયા દેરાસરથી ર કી.મી.ના અંતરે અંતરિયાળ વિસ્તારમાં રીંછડીયા મહાદેવનું જુનું પૌરાણિક મંદિર આવેલ છે. ડુંગરાઓ અને જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિર પણ સુંદર છે. ધણા યાત્રાળુઓ અહી દર્શનાર્થે આવે છે. વિશેષ કરીને શ્રાવણ માસમાં વધુ ભાવિકો આવે છે. આ સ્થળ પીકનીક પોઇન્ટ જેવું છે. બાજુમાં સુંદર તળાવ છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર ૬૫ કી.મી.
અગત્યનો દિવસ ભાદરવી પુનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.
સ્થળનું નામ પ્રાચીન શકિતધામ ખુણીયા અંબાજી મંદિર, તા.અમીરગઢ પાસે
સ્થળની વિસ્તૃત માહિતી પાલનપુર નવાબ સાહેબના સહયોગથી નિર્મિત આ ખુણીયા અંબાજી માતાનું મંદિર પાલનપુરથી ૩૮ કી.મી.ના અંતરે હાઇવેરોડથી ૩ કી.મી. અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલ છે. પ્રાચીન ચંદ્રાવતી નગરીના ઇતિહાસ સાથે સંકળાયેલા આ મંદિરની આસપાસનો વિસ્તાર ખુબ જ રમણીય છે. શ્રી હિંમતલાલ ચકુદાસ ફડીયાને જમીનમાંથી ખોદકામ કરતાં અંબાજી માતાની મૂર્તિ સાથે અન્ય પાંચ મૂર્તિઓ પણ મળી આવેલી. મૂર્તિ સાથે મળેલ શિલાલેખ સંવત ૯૧૨ એટલે કે ૧૧૫૦ વર્ષ પહેલાં
જણાય છે. આ સ્થળ પર્યટન સ્થળ તરીકે ઉપસી રહેલ છે. આ મંદિર ચારેબાજુ પર્વતોની હારમાળાથી ધેરાયેલું હોવાથી સ્થળની રમણીયતામાં ઓર વધારો થાય છે. અહીં દર ચૈત્રી પુનમે મેળો ભરાય છે.
દર્શન કરવા માનવ મેળો ઉભરાય છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી અમીરગઢ જતાં વચ્ચે આવે છે.
અંતર ર૫ કી.મી.
સ્થળનું નામ ધરણીધર ભગવાના ઢીમા તા.વાવ
સ્થળની વિસ્તૃત માહિતી વાવ તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનનું પ્રાચીન
મંદિર લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. પ્રજામાં ભારતના ચાર ધામો જેટલું મહત્વ ધરાવતું આ તીર્થસ્થાન પાલનપુરથી ૯૦ કી.મી.ના અંતરે આવેલું છે. આ મંદિરમાં પ્રસ્થાપિત ધરણીધર ભગવાન વિષ્ણુની મુર્તિ રાજસ્થાનની અરવલ્લીની પર્વતમાળામાંથી મળી આવેલી હતી. પ્રતિ વર્ષ ભાદરવા
સુદ-૧૧ ના દિવસે મંદિરની બાજુમાં સ્થિત માદેળા તળાવમાં હજારો લોકો સ્નાન કરી ભગવાનની પુજા કરે છે. દર પુનમે
અહી મેળો ભરાય છે. જેતપુરના રાજાએ આ તેજોમય મુર્તિ
માટે જેતપુરમાં મંદિર બંધાવી ભગવાનની પધરામણી કરવાનું કહેતાં ગદાધરજીએ ના પાડી. રાજાએ ક્રોધિત થઇ ગદાધરજીને જેલમાં મોકલી દીધા. મધ્યરાત્રીએ રાજાના સ્વપ્નમાં આવી ભકતને હેરાન ન કરવા તથા ઢીમા પહોચાડવા મદદ કરવા જણાવતાં રાજાએ કારાવાસમાંથી ગદાધરજીને મુકત કરી ગાડે જોડી ભગવાનને ઢીમા પધરાવ્યા. ભગવાનની પ્રતિષ્ઠા વિ.સ.૧૪૭૭ ના જયેષ્ઠ સુદ ૧૧ નિર્જલા એકાદશીને મંગળવારના રોજ સેવક ગદાધર દલપતરામના હસ્તે થયેલ. તે દિવસ પરમાત્માનો
પટોત્સવ દિવસ ગણી મોટો મેળો ભરાય છે અને લોકો દર્શનનો લહાવો લે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું થરાદ વાવ જતાં રસ્તામાં આવે છે.
અંતર ૮૫ કી.મી.
સ્થળનું નામ શ્રીઅમીઝરા પ્રાર્શ્વનાથ જૈનતીર્થ મંદિર, ડુવા તા.થરાદ
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠાની ગરવી ભુમિમાં ભારતની ભવ્યતાનો ભંડાર ભરેલો છે. તીર્થોથી મઢેલી આ ભુમિમાં
થરાદ અને ધાનેરા નજીક આવેલ ડુવા તીર્થ તેની ગોદમાં અજબ ઇતિહાસ સંધરી રહેલ છે. પ્રસિધ્ધ જૈન આચાર્યશ્રી બપ્પભટટીસુરિજીનો જન્મ આજ ડુવા નગરીમાં સં. ૮૦૭ માં થયો હતો.
ગુરૂધામ બનેલું ડુવા તીર્થધામ તરીકે પ્રસિધ્ધ થયું છે. હાલમાં ડુવામાં શોભતુ અમીઝરા પ્રાર્શ્વનાથ પ્રભુનુ જિનાલય સંવત ૧૮૪૧ માં વાધેલા રધજી અપરજીના સમયમાં નવનિર્મિક કે જીર્ણોધ્વાર પામેલ હોય તેમ અનુમાન થાય છે. જૈન તીર્થ સંગ્રહના ઉલ્લેખ મુજબ ડુવાનું જિનાલય ૨૦૦૦ વર્ષથી
વધુ પ્રાચીન ગણી શકાય. આ નગરી કોઇ પ્રાચીન નગર હોય તેવું માનવા પ્રેરતા અનેક પુરાવા આજે
પણ ઉપલબ્ધ છે. ડુવાની બાજુમાં બે કી.મી. દુરના અછવાડા નજીકના અવશેષો તે મહાનગરીના
અનુમાન માટે પ્રતિમાજી સંપ્રતિ રાજાના સમયની હોવાનું અને ચમત્કારિક હોવાનું મનાય છે. કહેવાય
છે કે ડુવા અમીઝરા પ્રાર્શ્વનાથ તીર્થના ભોયરામાંથી ભીલડીયાજી તથા રામસણ જવાતુ હતુ. હાલે જિનાલયમાં ભોંયરા છે. આ તીર્થમાં ભવ્ય મંદિર ઉપરાંત જ્ઞાન મંદિર, આરાધના ભવન,અધ્યતન ધર્મશાળા, ભોજનશાળા છે. દર વર્ષે હજારો યાત્રિકો દર્શનનો લાભ લે છે. ધાનેરાથી ૧૪ કી.મી. તથા થરાદથી વાયા અછવાડાથી ૩૫ કી.મી. અંતરે આવેલુ તીર્થસ્થાન છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું થરાદ થી ૧૫ કી.મી.ની અંતરે આવેલ
અંતર ૮૦ કી.મી.
સ્થળનું નામ પ્રાચીન જૈન તીર્થ ભીલડીયાજી મંદિર, ભીલડી તા.ડીસા
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠાના મહત્વના જૈન તીર્થમાં જેની ગણના થાય છે તે ભીલડીયાજી જૈન તીર્થ પાલનપુરથી ૪૫ કી.મી.દુર ડીસા તાલુકામાં આવેલ છે. જમીનમાંથી નીકળેલા જૈનોના તેવીસમા તીર્થકર પ્રાર્શ્વનાથ ભગવાની ઇ.સ.૧૩૩૪ ના સમય
ની અતિપ્રાચીન પ્રતિમા અહી મૂળ નાયક તરીકે બિરાજમાન
છે. એક સમયે આ સ્થળ ત્રંબાવટી નગરી તરીકે જાણીતું હતુ
અહી બાર ગાઉનું ભોયરુ હતુ.દહેરાસરમાં મુળનાયક પ્રાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અને ભમતી દર્શનીય છે.બાજુમાં દર્શનીય પટ તેમજ ભવ્ય રચનાનું આયોજન કરવામાં આવ્યુ છે. અહી અઢુમ તપ અને ચૈત્ર માસમાં ઓળી કરવાનું વિશેષ મહત્વ છે. નજીકમાં એક બાજુ નુતન દહેરાસર આકાર પામ્યુ છે. અધ્યતન અને વિશાળ ધર્મશાળા તેમજ ભોજનશાળાની તથા ભાતીની વ્યવસ્થા છે. રેસ્વે રસ્તે ભીલડી-રાણીવાડા રેલ્વે ધ્વારા અને પાલનપુરથી રાધનપુર-થરા વગેરેની બસ
ધ્વારા ભીલડીયાજી તીર્થે જવાય છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું ડીસાથી શીહોરી જતાં વચ્ચે આવે છે.
અંતર ૪૫ કી.મી.
સ્થળનું નામ ભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલ
સ્થળની વિસ્તૃત માહિતી ગુજરાતના અનેક જૈન તીર્થોમાં બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનનું એક તીર્થ ગિરનાર છે અને બીજું બનાસકાંઠા જીલ્લામાં થરાદ તાલુકામાં આવેલ તીર્થ ભોરોલ છે. ભગવાનની શ્યામવર્ણી પ્રતિમા દર્શનીય છે. થરાદ તાલુકા મથકથી ૧૭ કી.મી.દુર આવેલ આ ભોરોલ તીર્થ જૈનોના બાવીસમા તીર્થકર ભગવાન નેમીનાથનું તીર્થ છે. તીર્થકર ભગવાન નેમીનાથ ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઇભાઇ હતા તેઓ ધ્વારકામાં રહેતા હતા અને પછી ગિરનાર ગયેલા એમ જૈન દંતકથા કહે છે. ગુજરાતના અનેક જૈન તીર્થોેમાં નેમીનાથ ભગવાનનું એક તીર્થ ગિરનાર અને બીજું આ ભોરોલ છે. અગીયાર થી સોળમા
સૈકા દરમ્યાન આ જગ્યા પર પાંચ માઇલના ધેરાવામાં પીપલપુર પટટણ નામે આબાદ નગરી હતી
જેમાં ૬૦ કરોડપતિઓ વસતા હોવાની દંતકથા છે. નેમીનાથ ભગવાનની શાસનાધિષ્ઠાત્રી શ્રી અંબિકા દેવીની મુર્તિ અહી સંવત ૧૩૫૫ માં પ્રતિષ્ઠિત થઇ હોય જણાય છે. આ તીર્થ પાવન ધરતી ઉપર ૫૦૦ મુનિઓને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યુ હતુ.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું થરાદથી ૧૭ કી.મી.ની અંતરે આવેલું છે.
અંતર ૭૭ કી.મી.
સ્થળનું નામ નાનાઅંબાજીમંદિર,સણાદરતા.દિયોદર
સ્થળની વિસ્તૃત માહિતી ખીમાણાથી દિયોદર હાઇવે રોડ ઉપર ખીમાણાથી ૧૫ કી.મી.ના અંતરે અને સણાદર હાઇવેથી ૪૦૦ મીટર અંતરે આ અતિ પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ૧૦૦૦ વર્ષ પહેલાં બ્રહમભટટ સમાજની એક કુમારિકા ધ્વારા કરવામાં આવેલ. આ મંદિર બનાસકાંઠા જીલ્લામાં અંબાજી પછી બીજા નંબરનું અતિ પ્રાચીન માતાજીનું મંદિર છે. લગભગ ૧૫ એકર જમીનમાં ફેલાયેલા આ સ્થળમાં અંબાજીમાતા, વિશ્વકર્મા ભગવાન, હનુમાનજી, નાગદેવતા, પાતાળેશ્વર મહાદેવ, શ્રી કૃષ્ણના મંદિરો આવેલા છે. તથા બાજુમાં આવેલ માન સરોવરમાં ધ્વારકાધિશનું મંદિર આવેલ છે. દર પુનમે માતાજીનો મેળો ભરાતો હોઇ હજારો લોકો દર્શનાર્થે આવે છે. નવરાત્રિ દરમ્યાન ધણી મોટી સંખ્યામાં લોકો પગપાળા
તથા વાહનો મારફત નવરાત્રિ જોવા આવે છે. મંદિરથી સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા તથા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું દિયોદરથી ખીમાણા હાઈવે ઉ૫રથી ૧૫ કી.મી.ની અંતરે આવેલું છે.
અંતર ૭૫ કી.મી.
અગત્યનો દિવસ પૂનમ
સ્થળનું નામ સિધ્ધામ્બિકા માતાજી, જુનાડીસા તા.ડીસા
સ્થળની વિસ્તૃત માહિતી સિધ્ધામ્બિકા માતાજીનું પ્રતિક બે કટારો હતી. મુર્તિ ન હતી.
એક સમયે બાદશાહ અલ્લાઉદીને સૈન્ય સાથે ડીસા પર
આક્રમણ કર્યુ. કટારોની નીચે ધન હશે તેમ માની તેની નીચેનો પર્વતવાળો ભાગ ખોદવા માંડયો. ખોદકામ સાથે સૈન્યમાં
ભયંકર રોગચાળો ફાટી નીકળયો. ધણીખરી સેના મરણને શરણ થઇ, તેથી ગભરાઇ જઇ માની કટારો ધોરી નામના મુસલમાન
ને સોંપી બાદશાહ નાસી ગયો. ધોરી મુસલમાનો ને દિશાવળ કે ધીરી તરીકે જાણીતા હતા તેમને માતાજીની કટારો પરત કરી ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઇ માતાજીની પ્રતિષ્ઠા કરવાનું નકકી કર્યુ. માતાજીની મુર્તિ આશરે ૧૫૦૦ થી ૧૬૦૦
ના સૈકામાં કરવામાં આવી છે. સંવંત ૧૯૯૬ માં શ્રી માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ આ સ્થળ પાલનપુરથી ૩૩ કી.મી. તથા ડીસાથી ૫ કી.મી.ના અંતરે આવેલ છે. ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળામાં રહેવા તથા જમવાની વ્યવસ્થા છે. દર વર્ષે શ્રાવણવદ-૮ ના દિવસે અહીં મેળો ભરાય છે. લોકો દર્શન કરે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું ડીસાથી ૫ કી.મી.નીઅંતરે આવેલ છે.
અંતર ૩૧ કી.મી.
સ્થળનું નામ ખેતલા બાપજી ધામ, ભાકોદરા તા.દાંતીવાડા
સ્થળની વિસ્તૃત માહિતી દાંતીવાડા તાલુકાના ભાકોદરા ગામે ખેતલાબાપજીની ધાર્મિક જગ્યા આવેલ છે. આ જગ્યા ૧૧૦૦ વર્ષ જુની છે. સીપુ નદીના કીનારે ઉંચાણવાળી જગ્યામાં આ મંદિર આવેલ છે.
પ્રથમ સંતાનની બાબરી ઉતારવા શ્રધ્ધાળુઓ આ જગ્યાએ જાય છે. દર વર્ષ મહાસુદ અગિયારસના દિવસે મેળો ભરાય છે. આ પ્રવાસન સ્થળ પાલનપુરથી ૩૯ કી.મી.ના અંતરે આવેલુ છે. ઉપરવાસમાં નદી ઉપર પુલ તેમજ સીપુ
જળાશય યોજના (ડેમ) આવેલ છે. આ જગ્યાએ દેશ પરદેશથી ભાવિકો દર્શને આવે છે અને બાબરી ઉતારવાની ચૌલક્રીયાની વિધી કરે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતીવાડા થઈ જઈ શકાય છે.
અંતર ૩૯ કી.મી.
સ્થળનું નામ કટાવ ધામ તા.વાવ
સ્થળની વિસ્તૃત માહિતી આ ધામમાં શ્રી રાધવેન્દ્ર ભગવાનનું મંદિર મુખ્ય પ્રાચીન મંદિર છે. બાજુમાં સદગુરુ મંદિરમાં ખાખીજી મહારાજની ચાખડીઓ, તુલસીની હજારીની માળા તથા સીતારામ મહારાજની પ્રતિમા છે. પૂજયશ્રી
ખાખીજી મહારાજે આંબલીને જટા બાંધીને રાત્રે ભજન કરતા અને આંબલીને વધવા ન દેતા. બાળ સ્વરૂપે
એ ચમત્કારી આંબલી હાલમાં હયાત છે. શ્રી રામમંત્ર મંદિરમાં પાંચ અરબ શ્રી રામનામ મંત્ર લખીને તેની સ્થાપના કરવામાં આવી છે. આમા શ્રી રામનામના પરમ ઉપાસક ભકતોના રામાયણના સુંદર મનોહર ચિત્રોના દર્શન થાય છે. બાજુમાં શ્રી વિશ્વકર્મા મંદિર તથા પરમપુજય આચાર્ય શ્રી ખાખીજી મહારાજ તથા પુજય સદગુરુ શ્રી મથુરદાસની પાવન સમાધિ છે.
દર વર્ષે પોષ સુદ પુનમથી ત્રીજ સુધી અને ચૈત્ર માસમાં રામનવમીથી તેરસ સુધી મોટો ઉત્સવ થાય છે. તેમા અખંડ સંકિર્તન અને પ્રવચનો થાય છે. આ ગામ ભાભરથી બાર કી.મી.ના અંતરે આવેલ છે. તથા
રહેવા માટે અને ભોજન માટે સુવિધા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી દાંતીવાડા થઈ જઈ શકાય છે.
અંતર ૩૯ કી.મી.
અગત્યનો દિવસ પોષ સુદ પુનમથી ત્રીજ સુધી અને ચૈત્ર માસમાં રામનવમીથી તેરસ સુધી મોટો ઉત્સવ થાય છે.
સ્થળનું નામ રીંછ અભયારણ જાસોર હીલ તા.અમીરગઢ
સ્થળની વિસ્તૃત માહિતી પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણવિદોને આકર્ષતો આ ૧૮૦,૬૬ ચો.કી. પર્વતીય વિસ્તાર ભારત સરકાર ધ્વારા રીંછોના અભયારણ તરીકે જાહેર થયેલ છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં આવેલા આ વિસ્તારમાં કેદારનાથ મહાદેવનું પ્રાચીન
મંદિર આવેલુ છે. જે પાલનપુરથી ૩૫ કી.મી.ના અંતરે ઇકબાલગઢ હાઇવે રોડથી ૮ કી.મી.ના
અંતરે આવેલ છે. ડુકકરની પીઠ આકારનો જાસોર પર્વત ૧૦૬૭ મીટરની ઉંચાઇ ધરાવે છે. જે ગુજરાતમાં ગિરનાર પર્વત પછીની વધુ ઉંચાઇ ધરાવતો પર્વત છે. જેમાં ૭ પર્વતધારો આવેલ છે. જે સાતપઠો તરીકે ઓળખાય છે. પર્વત પર
આવેલા કેદારનાથ મહાદેવના મંદિર પાસેના પર્વતમાંથી સતત પાણી વહે છે.મંદિર પાસે ગંગા-જમના નામના બે કુંડ આવેલા છે. જેમાં બારે માસ પાણી રહે છે. ૧૫૦૦ ફુટની ઉંચાઇએ આવેલ આ કેદારનાથ મહાદેવનું મંદિર મહાભારત યુગનું છે.ર્ડા.બી.એમ.વિશ્વનાથના અહેવાલમાં નોંધ્યા મુજબ આ મંદિરનો ઇતિહાસ પાંચ હજારથી સાત હજાર વર્ષ પુરાણો છે. આ રમણીય પ્રાકૃતિક સ્થળ પર્યટન સ્થળ તરીકે
વિકસી રહયું છે. જાસોરની નજીક અમીરગઢની હદ પુરી થયે ચંદ્રાવતી નામે પૌરાણિક નગરી હતી.
જેના ખંડેર આજે પણ જોઇ શકાય છે. સદેવંત-સાળવીંગા નામે જાણીતા પ્રખ્યાત પ્રેમીઓની છત્રી
બાજુના સરોત્રા ગામમાં છે. ત્યા બાવન ધજા નામે જાણીતું પ્રખ્યાત જૈન મંદિર પણ આવેલ છે. જાસોર પર્વત ઉપર આશરે ૨૦૦૦ ફુટની ઉંચાઇએ મુનીજીની કુટીર અને શિવમંદિર આવેલ છે. જાસોરના રસ્તે બાલુન્દ્રા પાસે બનાસનદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અને શિવરાત્રિના
રોજ પ્રતિવર્ષ અહીં લોકમેળો ભરાય છે. આ સ્થળે રહેવાની તથા જમવાની વનવિભાગ તરફથી સગવડ ઉપલબ્ધ છે.આવી વિપુલ વનસમાદા વચ્ચે અહીંયા રીંછ, દીપડા,જંગલી બીલાડી,વરુ,ઝરખ, શહુડી,વાંદરા,સસલાં, લોમડી,શિયાળ, નાર, નીલગાય જેવા વન્ય પ્રાણી તેમજ અનેક સરીસૃપ અને લગભગ ૨૦૦ જેટલી જાતના પક્ષીઓ મુકતપણે વિચરણ કરે છે.
સ્થળ ૫ર કેવી રીતે
૫હોંચવું
પાલનપુરથી અમીરગઢ જતાં વચ્ચે આવે છે.
અંતર ર૧ કી.મી.
સ્થળનું નામ નડેશ્વરી માતાનું મંદિર, નડાબેટ તા.વાવ
સ્થળની વિસ્તૃત માહિતી રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો
નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા
નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ
તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા. કુદરતી ઝરણાં વહયા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરી
માતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા આવેલ છે.
ડાબી બાજુ જતાં બી.એસ.એફ.નો કેમ્પ આવેલો છે. મંદિરમાં ઉત્તર દિશામાં હનુમાનજીની મુર્તિનુ મંદિર
આવેલું છે. આ ભુમિ ઉપર ધણા સંતોએ તપ કરેલ છે. માટે પવિત્ર પયોભુમિ કહેવામાં આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી વાવ થઈ જઈ શકાય છે. ૫ાલનપુરથી સવારે ૭ વાગે સીધી એસ.ટી.બસ ની વ્યવસ્થા
છે.
અંતર ૧૦૮ કી.મી.
સ્થળનું નામ પ્રાકૃતિક ધામ બાલારામ
સ્થળની વિસ્તૃત માહિતી ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે.
બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે.અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાં
થી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ
ને જળાભિષેક કરી રહયુ છે. આ સ્થળે આજે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા અને આનંદ અનુભવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. તેમાં છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો અને અવિરત સતત વહેતા ધીમા ધીમા ઝરણાના
કારણે અહી ભાવિકો મોટી ઉજાણી અર્થે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત અહીં ધર્મશાળા
અને નજીકમાં ધારમાતા તથા ગંગાસાગર તળાવ પણ આવેલા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલંપુરથી અમીરગઢ જતાં રસ્તામાં આવે છે.
અંતર ૧૮ કી.મી.
અગત્યનો દિવસ શ્રાવસ માસ દરમ્યાન આ જગ્યા ઉ૫ર મોટો મેળો ભરાય છે.
સ્થળનું નામ બાજોઠીયા મહાદેવ, તા.પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી માનવીઓને ભકિતરસમાં તરબોળ કરી દે તેવું અનુપમ સૌંદર્ય વચ્ચે ધેરાયેલ બાજોઠીયા મહાદેવનું
સ્થાન પાલનપુરથી ૧૭ કીલોમીટર દુર માલણ ગામની નજીકમાં આવેલુ છે. આ મંદિર વિશે એવી
દંતકથા છે કે, પુરાતન સમયમાં અહીં ખોદકામ કરતાં શિવલિંગના દર્શન થયા. થોડે ઉંડાણમાં ખોદકામ થતા એ શિવલિંગ બાજોઠ જેવી બેઠક પર મળી આવતાં નાનુ સરખુ મંદિર બાંધી તેની સ્થાપના કરવા
માં આવી જે બાજોઠીયા મહાદેવ તરીકે ખ્યાતિ પામ્યુ. જમીન ઉપરથી પગથિયાં ઉતરીને નીચાણમાં જવાથી આ નાનું છતાં ભવ્ય મંદિર દર્શનાર્થીઓને ભાવવિભોર બનાવી દે છે. ગીચ ઝાડી, વિશાળ
વડની છાયાઓ, બાજુમાં કઠેડા બાંધેલ પગથિયાં ઉતરી નાના મોટા પથ્થરો ઉપરથી ખળખળ વહી જતું પાણી ચોમાસામાં નદી સ્વરૂપે વહે છે. આથી મંદિરની શોભામાં અનેરો વધારો કરે છે. અહીં પીકનીક
માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં વાહન અને બસ ધ્વારા કુદરતના ખોળે નજર ઠારવા અહી આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલાનપુર થી જઈ શકાય છે.
અંતર ર૦ કી.મી.
સ્થળનું નામ અદભૂત અને મનોરમ્ય સ્થળ કૈલાશ ટેકરી અંબાજી
સ્થળની વિસ્તૃત માહિતી અંબાજીથી ૧ કિલોમીટરના અંતરે શકિત યોગાશ્રમની સામેની બાજુ કૈલાશ ટેકરી આવેલ છે. આ ટેકરી ઉપર શાંતિશ્વર
મહાદેવનું મંદિર છે. મંદિરની આજુબાજુ સિમેન્ટનો વિશાળ ચોક છે. ત્યાં બેસીને શંકરની સ્તૃતિ કરવાથી અનેરો આનંદ આવે છે. આ ટેકરી ઉપર હૈડાખંડી ભોલે બાબાનો આશ્રમ આવેલ છે. તથા સાંજે સનસેટ
પોઇન્ટ પણ દેખાય છે. અહી ગુજરાત સરકારના વન વિભાગ ધ્વારા અત્યંત સુંદર માંગલ્ય વન બનાવવામાં આવતાં આ સ્થળ અદભુત અને મનોરમ્ય સ્થળ બની ગયું છે. તેનો લોકો ઉપયોગ કરે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી અંબાજી જઈ અંબાજીથી ૧ કી.મી.ના અંતરે આવેલુ છે.
અંતર ૬૮ કી.મી.
સ્થળનું નામ રસાલેશ્વર પટલન મંદિર ડીસા
સ્થળની વિસ્તૃત માહિતી ડીસામાં મિલેટરી કેમ્પના સમયમાં ઇ.સ.૧૮૧૬ આસપાસ શ્રધ્ધાળુ અને નિવૃત મિલેટરીના જવાનોએ ભકિત કરવાનો ઉદેશથી જયાં લશ્કરનો રસાલો રહેતો ત્યાં રસાલેશ્વર મહાદેવ,જયાં લશ્કરની રેજીમેન્ટ ટુકડી રહેતી ત્યાં રેજીમેન્ટ મહાદેવ જયાં લશ્કરની તોપો રહેતી ત્યાં તોપખાના મહાદેવ અને જયાં લશ્કરની પલટન રહેતી ત્યાં પલટન મંદિર બંધાવેલું જયાં શ્રાવણમાસમાં ભાવિક ભકતો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી ડીસા જવાય છે.
અંતર ૩૦ કી.મી.
સ્થળનું નામ પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર જુની સરોત્રી, તા.અમીરગઢ
સ્થળની વિસ્તૃત માહિતી જાસોર પર્વત સાથે સંકળાયેલો જોવા મળે છે. સ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી ઉત્તરે
ચાર કી.મી. દુર જુની સરોત્રી ગામે બનાસક નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવની જગ્યા હજારો
વર્ષ પુરાણી અત્યંત પવિત્ર અને રમણીય છે. ‍આ મંદિરનો ઇતિહાસેંકડો વર્ષ પુરાણા આ મંદિર વિશે એવુ કહેવાય છે કે, આ ક્ષેત્રના દંતાણી ક્ષેત્રમાં જયરાજ ચાવડાના ચૌદમી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહોજલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના થયેલ હોવાનું મનાય છે. બનાસ નદીના કિનારે આવેલ આ સ્થળે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે રમણીયતા તેની વધી જાય છે. આ પવિત્ર સ્થળે શ્રાવણ માસમાં ભાવિકોની સખત ભીડ રહે છે
અને દર મહાશિવરાત્રિએ અહી મોટો મેળો ભરાય છે. આ મંદિર જીર્ણ થતાં હાલમાં તેમાં સુધારા-વધારા
સાથે તેનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ રમણીય સ્થળે શ્રાવણ માસમાં દુરદુરથી પર્યટકો મોટી સંખ્યામાં પિકનીક મનાવવા આવે છે. આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની વિશેષ સુવિધા ધારા યાત્રિકોને અનેક સગવડો આપવામાં આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર ઈકબાલગઢથી જઈ શકાય છે.
અંતર ૩૫ કી.મી.
અગત્યનો દિવસ શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે.
અનુકુળ સમય શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે.
સ્થળનું નામ શ્રધ્ધાનું પ્રતિક : મોકેશ્વર મહાદેવ
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જીલ્લાની પુર્વ દિશાએ વડગામ તાલુકામાં મોકેશ્વર મુકામે સરસ્વતી નદી ઉપર બનાવેલ ડેમ સાઇડ વિસ્તારમાં મુકતેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે. કુંવારીકા સરસ્વતી નદીના કિનારે પર્વતોની વચ્ચે આવેલ આ સ્થળ મનોરમ્ય
અને ભારે રમણીય છે. આ મંદિરની દંતકથા મુજબ આ મંદિર
ની સ્થાપના પાંડવોએ કરી હોવાનું કહેવાય છે. પાંડવોએ
એમના વનવાસ-ગુપ્તવાસનો કેટલોક સમય અહીં પસાર કર્યો હતો.ભગવાન શ્રી કૃષ્ણએ આ ભુમિ ઉપર પગલાં કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં પાંડવોએ પોતાના પિતાનું શ્રાધ્ય અહીં કરી મુકિત અપાવેલી એટલે આ સ્થળ મુકતેશ્વર તરીકે ઓળખાયું. પહાડોના કુદરતી સૌંદર્ય વચ્ચે નદી કિનારે આવેલા આ રમણીય મંદિર સમક્ષ પિતૃશ્રાધ્ધ કરવાનો મહિમા હોતાં શ્રધ્ધાળુઓ પિતૃશ્રાધ્ધ માટે તેમજ જનોઇ બદલવાની
વિધિ માટે અહીં આવે છે. ભાદરવા સુદ ૧૧ ના દિવસે અહીં
મોટો મેળો ભરાય છે. અહીં પર્યટકો માટે ધર્મશાળાની વ્યવસ્થા છે. આ સ્થળની મુલાકાત લેવા જેવી
છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી જઈ શકાય છે.
અંતર ૩૫ કી.મી.
અગત્યનો દિવસ શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે.
અનુકુળ સમય શ્રાવણ માસમાં મોટો મેળો ભરાય છે.
સ્થળનું નામ મણિભદ્ર વીરનું સ્થાનક : મગરવાડા તા.વડગામ
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકામાં પાલનપુર થી લગભગ ૧૮ કી.મી.ના અંતરે મણિભદ્રવીરનું એક હજાર વર્ષ
જુનું મંદિર આવેલ છે. આ મંદિરની લોકવાયકા મુજબ
માણેકશા જૈન વાણિયા હતા. જેઓ તીર્થયાત્રાએ
નિકળેલા અને ગાયોને બચાવવા જતાં લુંટારૂઓ સાથે અથડામણમાં તેઓ શહીદ થયાં. જે શહીદના ત્રણ ભાગો થતાં જેમાનું મસ્તક ઉજજૈન (મધ્ય પ્રદેશ) માં પુજાય છે. ધડ આગલોડ (વિજાપુર)માં પુજાય છે. અને પગની પીંડીનું મણિભદ્રવીર તરીકે મગરવાડામાં પુજાય છે. આ ધાર્મિક જગ્યા
એ ખરા મન થી માનતા રાખવામાં આવે તો જે કામની ઇચ્છા રાખી હોય તે કામ સિધ્ધ થાય છે. દર મહિનાની સુદ-પાંચમના રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ-યાત્રિકો
દર્શનાર્થે આવે છે.
આસો સુદ-પાંચમના રોજ મોટો લોકમેળો ભરાય છે. અહીં જૈન સમુદાયની વિશેષ વ્યવસ્થા ધરાવતી ધર્મશાળા
ઉપરાંત ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર થી જઈ શકાય છે.

 

અંતર ૧૪ કી.મી.
અગત્યનો દિવસ દર અજવાળી પાંચમે મોટો મેળો ભરાય છે.
સ્થળનું નામ ગોગ મહારાજનું મંદિર : સેંભર તા.વડગામ
સ્થળની વિસ્તૃત માહિતી

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના સેંભર ગામે ગોગ મહારાજનું એક અદભુત મંદિર આવેલુ છે. ગુજરાત સરકારે ચાલુ વર્ષને પ્રવાસન જાહેર કર્યા પછી આ સ્થળને વિકસાવવામાં ગુજરાત સરકારે સેંભરનો સમાવેશ કર્યો છે. સેંભર ગામ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિરની દંતકથા મુજબ હજારો વર્ષો પહેલા સેંભર નગરી આવેલી
હતી. જયાં રાજપુત રાજા રાજય કરતા હતા. જે નગરીનો નાશ થતાં આ મંદિરની જે મુર્તિ હતી તે સરસ્વતી નદીમાં પડેલી. તે સમયે ચાણસોલ ગામના પટેલો બળદગાડામાં આવતા હતા. તેમની બળદગાડીને મુર્તિનો સ્પર્શ થતાં બળદગાડી આગળ ચાલી શકેલ ન હતી. જેથી આ મુર્તિ બળદગાડામાં આગળ લઇ જતાં પટેલને પવન આવતા આ મુર્તિને તેની હયાત મંદિરની જગ્યામાં પોતાનું સ્થાન
હોઇ ત્યા મુર્તિ સ્થાપિત કરવા જણાવતાં મુર્તિની સ્થાપના તે જગ્યાએ કરેલી આ મંદિર આશરે બે હજાર વર્ષ જુનું છે.
હાલ આ મંદિરનો વહીવટ જય સેંભર ગોગ મહારાજ ટ્રસ્ટ ધ્વારા થાય છે. આ મંદિર સેંભરીયા ગોગ મહારાજ તરીકે ઓળખાય છે. બાજુમાં પર્વત ઉપર ચામુંડા માતાનું મંદિર આવેલ છે. દર સુદ-પાંચમના દિવસે શ્રધ્ધાળુઓ-યાત્રિકો દર્શનાર્થે આવે છે. અહીં લાખો નાગદેવતાની પત્થર ઉપરની કોતરણી ખરેખર મનને હરી લે એવી છે. અહી બસ
અને વાહનો ધ્વારા આવી શકાય છે.

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર થી વડગામ થઈ જઈ શકાય છે.
અંતર ૪૦ કી.મી.
સ્થળનું નામ ગંગેશ્વર મહાદેવ : હાથીદ્રા તા.પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરથી આશરે ૨૨ કી.મી.ના અંતરે આવેલ હાથીદ્રા ગામે ગંગેશ્વર મહાદેવનું ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિર આવેલ છે. કુદરતી પ્રાકૃતિક સૌંદર્યધામ અને પહાડોની હારમાળાની કોતરણીની ગુફામાં આ મંદિરના શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નદી વહેતી હોઇ આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે. બાજુમાં હાલમાં ચેકડેમ બાંધેલ હોવાથી અને પંચવટી બગીચો હોવાથી આ સ્થળ નંદનવન જેવું ભાસે છે. આદિવાસી તેમજ આજુબાજુના જાગીરદાર લોકોનું આસ્થાનું ધામ છે. આ સ્થળે દર વર્ષે લોકમેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો ભાગ લે છે. અહીંની લોકમાન્યતા અનુસાર ત્રેતાયુગમાં ભગવાન રામના સમકાલીન મહાઋષિ ચ્યવનનો અહીં આશ્રમ આવેલ હતો. આ
જગ્યા ધણા ઋષિમુનિઓની તપસ્થળી રહેલ છે. ધ્વાપર યુગમાં પાંડવો જયારે વનવાસકાળમાં
હતા ત્યારે નિત્ય શિવપુજનનો નિયમ હોવાથી અહીયા શિવાલયની સ્થાપના કરી. આ શિવાલય ત્રિવેણી સંગમ ગંગાના કિનારે હોવાથી આ સ્થળનું નામ હર ગંગેશ્વર નામ આપવામાં આવ્યુ.આ મંદિરના સ્થળે હાલમાં સુંદર નંદનવન સમાન બગીચો તથા ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળા રહેવા તથા જમવાની વિશેષ સુવિધાની વ્યવસ્થા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી જઈ શકાય છે.
અંતર રર કી.મી.
સ્થળનું નામ ઐતિહાસિક મોરચો : હસનપુર તા.પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી પાલનપુરથી ૧૫ કી.મી.દુર આવેલ હસનપુર ગામે ૭૪૦ વર્ષો કરતા વધુ જુનો કિલ્લો ટેકરી પર
આવેલ છે. જેને સ્થાનિક લોકો ;મોરચા'' તરીકે ઓળખે
છે. સરહદની રખેવાળી માટે શાહી જમાનામાં આ કિલ્લો બનાવેલ છે. તેની પરિમિતી ૨૮૬ ફુટ છે. તેની દિવાલ
બે ફુટ જેટલી જાડી છે.
આ ટેકરીને મેડાવાળી ટેકરી'' પણ કહેવામાં આવે છે.
આ કિલ્લો ચંદ્રવતી ના પરમારોના સમયમાં કોઇ
પરમાર રાજાઓએ બનાવેલ હશે. તેમની કુળદેવી મહાકાળીનું સ્થાનક પણ અંદર જ છે.
અતિપ્રાચીન નયનરમ્ય એવી અરવલ્લીની ગિરિકંદરોની છેલ્લી હદ એટલે થરવાડની ટેકરીમાં આવેલ આ ઐતિહાસિક સ્મારકનું પુનરોધ્ધાર કરી તેને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા પ્રોજેકટ તરીકે લઇ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો ભગીરથ પ્રયત્ન કરી આ કીલ્લા
ની મરામત કરી તેના કાગરાં બનાવી તેને ટેરાકોટા રંગથી રંગી અંદર મહાકાળી મંદિર નર્મદા પુરીની
પ્રતિમા સ્થાપી પ્રવાસન વર્ષે સુંદર ભેટ ધરી છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી જઈ શકાય છે.
અંતર ૧૫ કી.મી.
સ્થળનું નામ દાંતીવાડા જળાશય
સ્થળની વિસ્તૃત માહિતી પાલનપુરથી ૩૦ કી.મી.દુર રાજસ્થાન સરહદથી નજીક દાંતીવાડા ગામ પાસે બનાસ નદી પર આ બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધની કુલ સંગ્રહશકિત ૪૬૪.૭૧ ધનમીટર છે. બંધનુ પુર્ણ લેવલ ૧૮૪.૧૫ મીટર છે. આ બંધને કુલ ૧૧
દરવાજા છે. બનાસકાંઠા તથા પાટણ જીલ્લાના ૧૧૦ ગામોને
આ બંધના પાણીનો લાભ મળે છે. બંધ તેમજ તેની
આજુબાજુનો વિસ્તાર રમણીય છે.
બંધની જમણી બાજુના માટીના બંધ પાસે ભગવાન શંકરનું
જુનુ પુરાણુ મંદિર છે. તેમજ નજીક બીજમાસર માતાનું પુરાણુ મંદિર પણ આવેલ હોવાથી અહી હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી જઈ શકાય છે.
અંતર ૩૦ કી.મી.
ક્રમ સ્થળનું નામ સુગંધઅનેશાયરીઓનુંશહેર : પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી સુગંધ અને શાયરીઓથી મધમધતું પાલનપુર
શહેર ચંદ્રાવતીના પરમાર પ્રહલાદનદેવ ધ્વારા સ્થાપિત આ નગર એક જમાનામાં બગીચા અને અંતરની સુગંધથી મધમધતું હતુ. આજે પણ વિદેશમાં પાલનપુરનું અંતર પ્રખ્યાત છે.
પાલનપુરના પ્રકૃતિ પ્રેમને વાચા આપતો શશીવન-જહાંનઆરા બાગ આજે પુનઃ નવપલ્લીત કરી શહેરીજનો માટે એક અનોખી ભેટ ધરી છે.
પાલનપુરી સાહિત્યકારોએ વિશેષ કરીને ગઝલ, શેરો-શાયરીમાં અનોખી નામનાઓ મેળવી છે. પ્રહલાદનદેવ, હીરવિજયસુરીથી શરૂ થયેલી સર્જક પરંપરાએ શુન્ય પાલનપુરી, મુસાફીર પાલનપુરી, અમર પાલનપુરી જેવી પ્રતિભાઓ આપણને ભેટ આપી છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરમાં આવેલુ છે.
અંતર ૦ કી.મી.
સ્થળનું નામ કીર્તિસ્તંભ - પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નવાબી શાસનકાળ દરમ્યાન નવાબી શાસનની ઐતિહાસિક તવારીખો દર્શાવતો, રેલ્વે સ્ટેશનથી નગરમાં પ્રવેશતાં પ્રાચીન ભવ્યતાની યાદ આપતા સ્મારક રૂપે કીર્તિસ્તંભ
ઉભો છે.
નવાબી શાસનની યાદગીરીના નમુના રૂપે તૈયાર કરેલ કીર્તિસ્તંભની
ડીઝાઇન પણ પોતે નવાબ શ્રી તાલેમહંમદખાને કરેલી અને તેમના રાજકામ
ના અઢારમા વર્ષે તા.૬-૩-૧૯૩૬ માં સ્વ.નવાબ શેર મહંમદખાન બહાદુરની સ્મૃતિમાં આ સ્મારક બંધાવેલ હતો.
હાલમાં આ સ્મારક ને નવીન રંગરોગાન સાથે રંગપુરણી ધ્વારા ભવ્ય સજાવટ ધ્વારા શોભાયમાન કરવામાં આવેલ છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરમાં આવેલ છે.
અંતર ૦ કી.મી.
સ્થળનું નામ પાતાળેશ્વર મંદિર : પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી પાલનપુર શહેરની કીર્તિમાં વધારો કરતા કીર્તિસ્તંભની બાજુમાં આવેલ પાતાળેશ્વર મહાદેવનું મંદિર ગુર્જરેશ્વર સિધ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પ્રખ્યાતિ પામ્યુ છે. પરંતુ તેની વિશેષ મહત્તા તો પાતાળમાંથી સ્વયંભુ પ્રગટ થયેલ ચમત્કારિક શિવલીંગને કારણે છે.
ઇ.સ.૧૧૫૦ માં પાલનપુરમાં વિશ્રામ દરમ્યાન ગર્ભવતિ મિનળદેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો. જે મોટો થતાં સિધ્ધરાજ જયસિંહ તરીકે
પ્રસિધ્ધિ પામ્યો. પુત્ર સિધ્ધરાજના જન્મની ખુશાલીમાં માતા મિનળદેવીએ
આ સ્થળે એક વાવ ખોદાવવાની શરૂ કરી. ખોદકામ દરમ્યાન પાતાળમાંથી સ્વયંભુ શિવલીંગ પ્રગટ થયેલું જોઇ મીનળદેવીએ તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. આ મંદિરની રચના પાતાળ આકારનું હોઇ તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવેલ.
પાલનપુરના ઇતિહાસમાં અને કીર્તિસ્તંભ ઉપરના શિલાલેખમાં પણ
પાતાળેશ્વર મહાદેવની જગ્યા સિધ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ હોવાનો ઉલ્લેખ છે.
આજે અનેક ભાવિકો દુર-દુરથી મંદિરના દર્શનાર્થે આવે છે. મંદિરના સુંદર પ્રાંગણમાં શાંત અને ભવ્ય વાતાવરણ વચ્ચે સમય પસાર કરી શ્રધ્ધાથી ભાવવિભોર બની અનેરો આનંદ મેળવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર માં આવેલ છે.
અંતર ૦ કી.મી.
સ્થળનું નામ મુરશદબાવાની દરગાહ : પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી પાલનપુરની ભુમિ સંતોની ભુમિ તરીકે પણ ખ્યાતિ પામી હોવાથી અનેક સંત-ભકતો આ ભુમિ પર થઇ ગયેલા. જેમાં પાલનપુર મીરાં દરવાજા બહાર આવેલી આવી જ એક ખ્યાતિ પામેલી જગ્યા સુફી સંત મુરશદ બાપુની દરગાહ આવેલી છે. પાલનપુર નવાબ સમયમાં બાંધકામ પામેલ આ નવીન
દરગાહ પર પાલનપુર નવાબ પણ આ બાબામાં ધણી શ્રધ્ધા ધરાવતા હતા.અહી બાજુમાં સૂફી સંત અનવરકાઝીની દરગાહ છે. ઉત્તર ગુજરાતમાં તેમના હિન્દુ-મુસ્લિમ શિષ્યો ધણા છે. અનવર કાવ્ય નામનો તેમના સૂફી ભજન સંગ્રહ જાણીતો છે.
અહી છેલ્લે થઇ થયેલા ઓલીયા મસ્ત ફકીર અમીરબાપુની દરગાહ શરીફ પણ આ પવિત્ર જગ્યાએ આવેલી હોવાથી કોમી એકતાના પ્રતિક સમા આ સ્થળ પર અનેક
હિન્દુ-મુસ્લિમ લોકો પોતાની બાધા રાખવા આવે છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર માં આવેલુ છે.
અંતર ૦ કી.મી.
સ્થળનું નામ શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જૈન મોટા દેરાસર : પાલનપુર
સ્થળની વિસ્તૃત માહિતી અકબર બાદશાહ પ્રતિબોધક જગદગુરુ શ્રી હીરવિજય મહારાજની જન્મભુમિ પાલનપુર શહેરની મધ્યમાં તેમના જ જન્મ સ્થળની સામે આવેલું પાલનપુર
નુ પ્રસિધ્ધ જૈન દેરાસર શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ દેરાસર (મોટા દેરાસર)
એક સુંદર અને ભવ્ય જિનાલય છે. આ નગરની સ્થાપના પછી રાજા પ્રહલાદ
ને તે બંધાવેલ હોવાનું વર્ણન પ્રાપ્ત થાય છે.
રાજા પ્રહલાદને કષ્ઠરોગ થયો હતો. શીલધવલ નામના આચાર્યશ્રીની આજ્ઞા
થી પાલનપુરમાં પ્રહલાદન વિહાર નામનું જિનાલય બંધાવ્યુ હતુ. એમાં પ્રાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરી અને તેના સ્નાનજળથી સ્નાન કર્યુ પરિણામે તેઓનો રોગ દુર થયો હતો.
્‍શિલ્પ સ્થાપત્યથી ભરપુર આ મંદિર અસલમાં અતિભવ્ય હશે. પણ કાળક્રમે આક્રમણોમાં તે ખંડીત થયુ છે. સમયે સમયે તેનો જિર્ણોધ્ધાર થયો છે. મુળ ગર્ભગૃહની અંદર રહેલી પ્રતિમાઓની સ્થાપના બેસણી અને કેટલીક પ્રતિમાઓના ખંડીત પરિકરો અસલ મંદિર હોય તેવું માલુમ પડે છે.
આ જિનાલયની ભીંતમાં પ્રહલાદન દેવની પ્રતિમા જોવા મળે છે. આ જિનાલયની ભવ્યતાનું અલંકૃત કાવ્યમય વર્ણન "સોળ સૌભાગ્ય" અને
"હીર સૌભાગ્ય" માં આપેલ છે.
હાલમાં આ જૈન દેરાસરને ખંડીત કરી તેને નવેસરથી તેના જીર્ણોધ્ધારનું કામ હાલ ચાલુ છે.
સ્થળનું નામ રામદેવપીરનું ભવ્ય મંદિરઃ મજાદર તા.વડગામ
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે બાબા રામદેવપીરનું ભવ્ય મંદિર આવેલ છે. પાલનપુરથી ૧૫ કી.મી. તથા વડગામથી ૧૦ કી.મી.દુર રામદેવપીરના મંદિરે ભાદરવા સુદ-૧૧ ના દિવસે હજારો લોકો દર્શનાર્થે આવે છે.
સંવંત ૧૮૩૯ ની સાલમાં મજાદરના પ્રજાપતિ ધનાકાકાને રામદેવપીરનો ચમત્કાર થતાં તેઓ રણુંજાની જાત્રા પુર્ણ કરી મજાદર આવી રામદેવ બાબાની સંવંત ૧૮૩૯ ના ભાદરવા સુદ-૧૧ દિવસે પધરામણી કરી મંદિરની સ્થાપના કરી હોવાનું લોકવાયકા છે. હાલમાં મજાદર ગામે રામદેવપીર તથા તેમની પરમ સેવિકા ડોલીબાઇની પણ સમાધિ આવેલી છે. આ
અઢીસો વર્ષ જુના મજાદરના રામદેવપીરના મંદિરે હરિજન ઉપરાંત પંચાલ,રબારી,ઠાકોર,પ્રજાપતિ તેમજ અન્ય જ્ઞાતિના ભાવિકો રામદેવપીરના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટે છે. અહી પહેલા દર મહિને મેળો ભરાતો. હાલ દર
વર્ષે ભાદરવા સુદ ૯ થી ૧૨ સુધી ભવ્ય મેળો ભરાય છે. શ્રધ્ધાળુઓ બાધા-માનતા પુરી થતાં ઝુમ્મરો અને ધોડા
ચડાવે છે. મજાદર ગામે આવવા માટે બસની વ્યવસ્થા છે. અહી ટ્રસ્ટ સંચાલિત ધર્મશાળામાં રહેવાની સગવડ
ઉપલબ્ધ છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુર થી વડગામ થી મજાદર
અંતર ૧૫ કી.મી.
સ્થળનું નામ જૈન તીર્થ : ઋણી (રૂણી) તા.કાંકરેજ
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠાના જૈન તીર્થોમાં કાંકરેજ તાલુકાના રૂણી તીર્થનો મહિમા દિનપ્રતિદિન વધી રહયો છે. અહીં પ્રાચીન તેમજ અર્વાચીન જિનમંદિરનો સુભગ સમન્વય જોવા મળે છે.
મહારાજા કુમારપાળના ઉપદેશક કલિકાળ અંજન શલાકા થયેલ પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમાજી એક મુસ્લિમ ભાઇ પાસે ખરીદી લેવા મેધાશાને સ્વપ્નમાં યક્ષે સુચન કરતાં મેધાશાએ આ પ્રતિમા મેળવી સંવંત ૧૬૭૦ સાલમાં પાટણથી પોતાના વતન નગર પારકર જતાં થરાથી ૪.૫ કી.મી.દુર બનાસ નદીના કાંઠે વિશ્રામ કર્યો અને પોતાના રોજીંદા નિયમ પ્રમાણે પ્રભુની પ્રતિમા સ્થાપી વિવિધ પ્રકારે
પુજા કરી. વિશ્રામ બાદ વતન તરફ પ્રયાણ કર્યુ. તે પછી નદી કાંઠે વસતા લોકોએ ભગવાનની પ્રતિમા
ના સ્થળે પગલા પડેલા જોયા. એટલે ભાવપુર્વકની શ્રધ્ધાથી ગામ લોકો નાની ડેરી બનાવી ત્યા પગલાં સ્થાપી દર્શન-પુજા કરવા લાગ્યા. કાળના પ્રભાવે આ પગલા દેરી સાથે તણાયા. સમય જતાં ભદ્રેવાડી ગામમાં રહેલા લહેરચંદભાઇ શેઠને સ્વપ્નુ આવતા સંકેત પ્રમાણે ખોદકામ કર્યુ. પગલાં નીકળયા એટલે
ત્યાં નદી કિનારે પગલાં બિરાજમાન કર્યા. આ ચમત્કારિક ધટના પછી આજુબાજુના સંધોએ ભેગા થઇ
રૂણી ગામે નવીન જિનાલયનું નિર્માણ કર્યુ.
અહી પોષી દશમે વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ ઉમટે છે. અહીં ભોજનશાળા, ધર્મશાળા, ઉપાશ્રયની
વ્યવસ્થા છે. તીર્થની બાજુમાં જૈન શાસનની દેવીઓ ચકેશ્વરી દેવી, અરછુપ્તા દેવી અને પધાવતી દેવી તેમજ ધંટાકર્ણવીર અને મણિભદ્રવીરની પ્રતિમાઓની દેરી પણ દર્શનીય છે.
૪૫૦ વર્ષ પ્રાચીન શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુના સ્વયં પ્રગટ થયેલ પગલાંથી સુશોભિત આ ભુમિ
પાલનપુરથી રાધનપુરના રસ્તે થરાથી ૩ કીલોમીટરના અંતરે આવેલ છે. જયાં બસ અને વાહનો ધ્વારા
જઇ શકાય છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી શીહોરીથી જવાય છે.
અંતર ૮૦ કી.મી.
સ્થળનું નામ અતિપ્રાચીન મુળેશ્વર મહાદેવ:પાડણ તા.વાવ
સ્થળની વિસ્તૃત માહિતી ઇ.સ.૯૪૨ થી ૯૯૭ ના સમયગાળામાં વાવથી ૨૪ કીલોમીટર દુર પાડણ ગામે રાજા મુળરાજ સોલંકીએ બંધાવેલ અતિ
પ્રાચીન મુળેશ્વર મહાદેવનું મંદિર શ્રધ્ધાળુઓ માટે દર્શનીય સ્થળ બની ગયુ છે.
રાજા મુળરાજ સોલંકી પોતે શકિતશાળી રાજા હતો. તે સમયે કચ્છમાં રા લાખાની આણ વર્તાતી હતી. એની શકિતની
પ્રસંશા સાંભળીને તેને મહાત કરવા રાજા મુળરાજે હામ ભીડી હતી.
પોતાનું વિશાળ સૈન્ય સાથે મુળરાજે રા લાખા સાથે યુધ્ધ કર્યુ. પોતાની શકિત વધુ છે એટલે યુધ્ધમાં પોતે વિજય મેળવશે એવી મુળરાજની આશા યુધ્ધભુમિના કાબેલ રા લાખાએ અવળી પાડતા મુળરાજે પોતાનો મનોરથ સિધ્ધ કરવા સાતવાર રા લાખા સાથે અવનવી તરકીબોથી યુધ્ધ કર્યુ. છતાં મુળરાજ વિજયી બન્યો નહી એથી એ દુઃખ અને
વ્યથાથી ધેરાઇ ગયો. એ જોઇને અપુજ રહેલા મહાદેવને તુ પુજશે ત્યારે તારો વિજય થશે એવો ઉપાય એક
ઋષિમુનિએ સુચવ્યો.
આ ઉપાય આધારે મુળરાજ પોતાના તમામ ગામોમાં સાદ પડાવ્યો. થોડા દિવસોમાં પાડણ ગામ મરનજી
યાવીયાળ નામના બ્રાહમણે ગામના જંગલમાં એક જમીન પર ગાયને પોતાનું દુધ વહાવી રહેલી જોતાં તે સ્થળે
નકકી મહાદેવ હોવા જોઇએ એમ માની રાજાને જાણ કરી એ જગ્યાએ સાતેક ફુટ ખોદકામ થતાં રાજાને વિશાળ શિવલીંગના દર્શન થયા.
જ્ઞાની બ્રાહમણો અને ઋષિમુનિઓને નિમંત્રી સુત્રોચ્ચાર અને શાસ્ત્રાર્થ વિધિ સાથે રાજા મુળરાજે ચમત્કારિક
શિવલીંગની પુજા કરી ગામમાં મીઠાઇ વહેચી. આ પછી શુભ મુહુર્ત જોઇને મુળરાજે રા લાખા ઉપર ચડાઇ કરી તેમાં મુળરાજનો વિજય થયો. વિજયની ખુશાલીમાં જે સ્થળેથી શિવલીંગ પ્રાપ્ત થયું ત્યા રાજા મુળરાજે મહાદેવનું
વિશાળ મંદિર બંધાવયુ. મહાશિવરાત્રિએ અહીં મોટો મેળો ભરાય છે. અહીં રહેવા માટે ધર્મશાળા બાંધવામાં આવેલ
છે.
અંતર વાવથી ર૪ કી.મી.
અગત્યનો દિવસ મહાશિવરાત્રિએ અહીં મોટો મેળો ભરાય છે.
સ્થળનું નામ કપિલેશ્વર મહાદેવનું મંદિર
સ્થળની વિસ્તૃત માહિતી બનાસકાંઠા જિલ્લાના વાવથી ૬ કીલોમીટર દુર વીડમાં કપિલેશ્વર મહાદેવનું ભવ્ય અને પુરાતન મંદિર આવેલું છે.
કપિલેશ્વર મહાદેવનું મંદિર પાંચ હજાર વર્ષ પહેલા મહાભારત
ના સમયમાં ચાર વેદના જાણકાર મહર્ષિ કપિલમુનિએ બંધાવ્યુ હતુ. એ સમયે આખો વિસ્તાર ગાઢ જંગલથી છવાયેલ હતો.
ગાઢ તપની આરાધના કરવાના આશયથી આવેલ મહર્ષિ કપિલમુનિએ આ જગ્યા પસંદ પડતા આ જગ્યાએ આસન જમાવી તેમણે અધોર તપ આદર્યુ. તપ દરમ્યાન મહાદેવની સુંદર આરાધના થતાં તપની પુર્ણાહુતિ પછી
તપની ફળશ્રુતિરુપ મુનિશ્રીએ અહીં મહાદેવના સુંદર મંદિરની રચના કરી.
તપના મહિમા સ્વરૂપ આ મંદિરની ભવ્યતા જોઇને વનમાં ભટકતા પાંડવોએ અહી મુકામ કર્યા. યુધિષ્ઠિરને
મહાદેવના દર્શન કર્યા પછી જ આહાર લેવાનો નિયમ જાળવવામાં આનંદ આવતા પાંડવો અહી ખાસો સમય
રોકાયા. પુરાતન પાંચ કુવા તળાવ કુવાઓના આકાર ના જુના અવશેષો તેમજ જુના સમયની દશ કિલો વજનની
ઇંટો હાલ મોજુદ છે. મુખ્ય મંદિરની બાજુમાં સુર્યનારાયણ તથા કાર્તિક સ્વામીનું નાનુ મંદિર છે. મંદિરની ફરતીમાં
સુંદર પુરાતન સ્થાપત્ય જડેલું છે. મંદિરનો છેલ્લો જિર્ણોધ્ધાર સંવંત ૧૮૩૩ માં થયો હતો. અહી શ્રાવણના દર
સોમવારે શ્રધ્ધાળુઓનો મેળો જામે છે. શ્રાવણની અમાવસ્યાએ યજ્ઞ થાય છે તે સિવાય ધીનો અખંડ દીવો થાય છે. કબુતરોને પણ વગેરે નંખાય છે. અહીં બસ અને વાહન ધ્વારા આવી શકાય છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી વાવ જવાય છે.
અંતર ૯૦ કી.મી.
સ્થળનું નામ જૈન તીર્થ મંદિર : રામસણતા.ડીસા
સ્થળની વિસ્તૃત માહિતી ડીસાથી ધાનેરા રોડ ઉપર રમુણ ગામથી પાંચ કિલોમીટરને અંતરે આવેલ રામસણનું પુરાતન તીર્થ દર્શનિય છે. અતિ પ્રાચીન જૈન પુરાવશેષો ધરાવતા આ નગરમાં આશરે ૨૨૦૦ વર્ષ પુર્વે સંપ્રતિ મહારાજાએ જિનબિંબ ભરાવી જિર્ણોધ્ધાર કરાવેલો. દસમી સદીમાં રામસેન્યના મહારાજા રધુસેને સંવંત ૧૦૮૪ માં જૈનાચાર્ય સંધદેવસુરી મહારાજના હસ્તે
આ દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી. એ સમયે રામસણની જહોજલાલી સોળે કળાએ ખીલી હતી. મુસ્લિમ બાદશાહોના સમયે આ નગરને ભાંગવામાં આવ્યુ ત્યારે દેરાસરની
ભવ્ય મુર્તિઓને બચાવવા રાજપુત ક્ષેમસિંહે પોતાના પ્રાણની આહુતિ આપી. કાળક્રમે બચેલા એક
ભવ્ય દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા રામસણ જૈન સંધે કરાવી.
દશમી સદીમાં આ રામસણ નજીકના ડુવા અને ભીલડીયાજીએ ત્રણેય તીર્થને જોડતો ૫૦ કીલોમીટર
જેટલો લાંબો ભુમિમાર્ગ ભોયરૂ હતુ.
સ્થળ ૫ર કેવી રીતે
૫હોંચવું
પાલનપુરથી ડીસા જતાં રસ્તામાં આવે છે.
અંતર ૧૫ કી.મી.
સ્થળનું નામ શ્રી ઓધડનાથજી (દેવ દરબાર) કાંકરેજ
સ્થળની વિસ્તૃત માહિતી સમગ્ર ભારત વર્ષમાં પ્રખ્યાત કાંકરેજી ઓલાદોની ગાયોના વિસ્તાર સમા કાંકરેજ તાલુકામાં આ પંથકના આરાધ્ય દેવ સમા શ્રી ઓધડનાથજી મહારાજે તથા તપ તેમજ ભજનનું તેજ સમગ્ર પંથકમાં પ્રસરાવેલ તેઓ પોતેજ દેવ દરબારના મૂળ નકળંગ ભગવાનના મંદિરના સ્થાપક તરીકે ગણાય છે. મૂળ નેપાળ નરેશના રાજવી કુંટુબમાં જન્મેલા આ બાળકે બાર વર્ષની ઉંમરે
ધર સંસાર છોડી ભગવાનમાં મન પરોવવા ચાલી નીકળેલા
ફરતાં ફરતાં જુનાગઢ આવી ચડેલ જયાં તેનો ભેટો ગુરુ સદાનંદ સાથે થઇ ગયેલ .જાણે ભગવાનની શોધનો અંત આવ્યો તેમ
માની તેમણે સદાનંદજી તેજ ગુરુ માની તેમના શિષ્ય બની ણૂબંહમગીરીજીણૂ અંગીકાર કર્યુ. જે બંહમગીરીજી પાછળથી ઓધડનાથજી તરીકે પ્રખ્યાત થયા. ઓધડનાથજી મહારાજ આ પંથકમાઁ જ નહી પણ પાટણમાં ધુધરાવાળી જગ્યામાં ઓધડનાથજીની વળીમાં સિધ્ધપુર(શ્રી સ્થલ) માં વળીની
જગ્યાએ તેમજ ધાયણોજમાંની જગ્યામાં પણ પુજાય છે. ઓધડનાથજીની વળી (તા.કાંકરેજ) ની જગ્યાએ અષાઢ વદ અમાસે તેમ દેવ દરબારની જગ્યામાં મુળ ગાદીપતિનો વારસો નવ નાથ સુધી ચમત્કારીક રીતે થયેલ. આ સ્થળ થરાથી દિયોદર તરફ જતાં ૧૦ કી.મી. અંતરે આવેલું એક રળીયામણું તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે.
સ્થળ ૫ર કેવી રીતે
૫હોંચવું
પાલનપુરથી શીહોરી થઈ જઈ શકાય છે.
અંતર ૮૦ કી.મી.
સ્થળનું નામ ગુરુધુધળીનાથ જલોત્રા તા.વડગામ
સ્થળની વિસ્તૃત માહિતી પાલનપુરથી ૧૮ કીલોમીટરના અંતરે આવેલ જલોત્રા તા.વડગામથી અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલ ગુરુ ધુધળીનાથનો ભાંખરો લોકોની અનેરી શ્રધ્ધાનું પ્રતિક છે.
આ ગુ્‍રુ ધુધળીનાથના સ્થાને દર વસંત પંચમી
એ મોટો મેળો ભરાય છે. આજુબાજુના ગામોમાં પહેલા પુત્રના પ્રસંગે ગુરુનો લોટ શ્રાવણ માસના સોમવારે કરવાનો મહિમા છે.
જલોત્રાથી કરમાવદ તળેટીમાં તેમજ બીજી બાજુ પાણીયારી તળેટીમાં તેમજ બીજી બાજુ
પાણીયારી તળેટીમાં આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત ઉપર ચડી પૂજા કરી નીચે આવી.સમુહ ભોજન કરેલ છે. પાણીયારીમાં આશ્રમમાં રહેવા તથા જમવાની સગવડની પણ વ્યવસ્થા છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું પાલનપુરથી અંબાજી જતાં રસ્તામાં જલોત્રા ગામની બાજુંમાં આવેલુ છે.
અંતર ૧૮ કી.મી.