×

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

નોંધણી

ગ્રામ્યકક્ષાએ ફિ.હે.વ.,આંગણવાડી કાર્યક્રર અને ભઆશાભ ઘ્વારા સર્ગભાવસ્થા વાળી માતાની વહેલામાં વહેલી ૩ માસ પહેલાં નોંધણી કરવામાં આવેલ છે અને નોંધણી અંગેનું માહિતી અને સેવાઓ દર્શાવતું મમતા કાર્ડ આપવામાં આવે છે.

તપાસ

નોંધણી થયા બાદ સગર્ભા અવસ્થાના દર ત્રણ માસે મમતા દિવસે ,સગર્ભા માતાની તપાસ જેવી કે વજન,ઉંચાઈ,લોહી ,બી.પી.ની તપાસ કરી જરૂરી સારવાર અને સલાહ આપવામાં આવે છે.જરૂર જણાયે પ્રા.આ.કે.,સા.આ.કે. ખાતે રીફર કરવામાં આવેલ છે.

સલાહ

આર્યન ફોલીક ટેબલેટ આપવામાં આવે છે અને ખોરાક તથા સંસ્થાકીય સુવાવડ માટે સલાહ આપવામાં આવે છે.

રસીકરણ

નોંધણી કર્યા બાદ મમતા દિવસે ધનુર વિરોધી રસીના ૧ માસના અંતરે મમતા દિવસે આપવામાં આવે છે.

સંસ્થાકીય સુવાવડ

સબસેન્ટર,પ્રા.આ.કે.,સિવિલ હોસ્પિટલમાં મફત સંસ્થાકીય સુવાવડની સેવા ઉપલબ્ધ છે.ગરીબી રેખા હેઠળ જીવતાં કુટુંબની પ્રસૂતાને સંસ્થાકીય સુવાવડ માટે ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાતની હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે ચિરજીંવી યોજના અંતર્ગત ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત સાથે સરકાર ઘ્વારા કરાર કરવામાં આવેલ છે જેમાં લાભાર્થીને મફત પ્રસૂતિની સારવાર આપવામાં આવે છે.

મમતા કીટ

અંતરિયાળ વિસ્તારમાં પ્રસૂતિ સ્વચ્છ વાતાવરણમાં કરાવી શકાય તે માટે જરૂરી સાધનોવાળી કીટ સગર્ભા માતાને અગાઉથી આપી રાખવામાં આવે છે.

પ્રસૂતિ બાદની સારવાર અને સલાહ

પ્રસૂતિ થયાના ર૪ કલાકમાં સ્ત્રી આરોગ્ય કાર્યક્રર ઘ્વારા મમતા મુલાકાત લઈ માતા અને નવજાતશિશુની સંભાળ સેવા અંગેની સલાહ આપવામાં આવે છે.નવજાત શિશુનું વજન નોંધવામાં આવે છે અને ર.પ કિ.ગ્રા.થી ઓછા વજનવાળા બાળકને કાંગારૂકેર આપવાની સલાહ આપવામાં આવે છે. પ્રસૂતિ પહેલાં સંસ્થાકીય સુવાવડ,સંસ્થાકીય પ્રસૂતિ અને પ્રસૂતિ બાદની સેવાઓના ઘનિષ્ઠ કાર્યક્રમ ઘ્વારા માતા અને બાળકના મરણ પ્રમાણદરમાં ધટાડો કરવાનું મુખ્ય આશય છે.

મમતા અભિયાન

સર્ગભા માતા ,૦ થી૩ વર્ષના બાળકો અને લાયક દંપતિને મમતા દિવસે કાઉન્સલીંગ કરી તમામ સેવાઓની વિસ્તૃત માહિતી અને સારવાર આપવામાં આવે છે.

રસીકરણ

૦ થી ૧ વર્ષના બાળકોને તથા સગર્ભા માતા,પ વર્ષના બાળકો અને ૧૦ વર્ષ અને ૧૬ વર્ષ સુધીના બાળકોને રસીરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે.

મમતા દિવસનું આયોજન

અ.નં. મમતા દિવસનો વાર મમતા દિવસનું સ્થળ
દર સોમવાર પ્રા.આ.કે.,સા.આ.કે. અને પી.પી.યુનિટ
પ્રથમ બુધવાર સબસેન્ટર હેડ કવાર્ટર
બીજો બુધવાર સબસેન્ટરના બાકીના ગામે
ત્રીજો બુધવાર સબસેન્ટરના બાકીના ગામે
ચોથો બુધવાર સબસેન્ટરના બાકીના ગામે
દર ગુરૂવાર ચાર્જના ગામોના વિસ્તારમાં (જો કોઈ હોય તો )