×

પ્રસ્તાવના

  • જીલ્લા પંચાયતનો ઉદેશ / હેતુ
  • લોક ભાગીદારી ઘ્વારા ગામડાઓનો વિકાસ થાય, સામુહિક કામો જાતે ઉકેલે.લોકશાહી પઘ્ધતિની તાલીમ મળેલોક નેતાગીરીનું ઘડતર થાય.સત્તાનું ગ્રામ્ય કક્ષા સુધી વિકેન્દ્રીકરણગામડાના ગરીબ અને પછાતવર્ગનો ઉત્કર્ષ થાય.લોકશાહી લોકજાગૃતિ ઘ્વારા મજબૂત બને નાણાકીય સત્તાઓ આપી ગામડા સ્વનિર્ભર બનેપંચાયતો પોતાના પ્રશ્નોનો જાતે નિકાલ કરે
  • જીલ્લા પંચાયતનું મિશન/ દુરંદેશીપણું વિઝન
  • દરેક ગામ પોતાની તાકાત ઉપર નભતું થાય પોતાનો સંપુર્ણ વ્યવહાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયા સામે પોતાનું રક્ષણ કરી શકે તે માટેની જરૂરી સુખ સુવિધાઓ અને સગવડો પુરી જે તંત્ર દ્રારા પુરી પાડવામાં આવે છે તેવી સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ તરીકે લોકોનો વિકાસ થાય તેવો દ્રષ્ટીકોણ છે.પંચાયત તંત્ર ઘ્વારા લોકો સંગઠીત બને અને લોકો તેમના હક અને ફરજ વિશે સભાન થાય અને ન્યાયના બંધારણો તટસ્થતા અને કુશળ વહીવટ ઘ્વારા પંચાયતો લોકોનો સંપૂર્ણ વિશ્વાસ અને માન ધરાવતી થાય તેવી દ્રષ્ટિ રાખે છે.

જીલ્લા પંચાયતનો ટુંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ

પંચાયત એટલે પંચનું સ્થળ આમ તેના મુળ અને શાબ્દિક અર્થમાં પંચાયતનો અર્થ તકરાર નિવારણ માટેની સંસ્થા થાય છે. જેથી આ ન્યાય પ્રણાલીની રીતે કાર્ય કરતી બંધારણીય સંસ્થા એટલે પંચાયત. તે મુજબ જીલ્લા પંચાયત જીલ્લા લોકલ બોર્ડ તરીકે પ્રચલીત હતી. સને ૧૯૬૧ ના કાયદા મુજબ જીલ્લા પંચાયત અસ્તીત્વમાં આવેલ છે અને સ્વાયત સંસ્થા તરીકેનો દરજજો મેળવેલ છે.

લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વશાસનના મુળ ઉદેશને સારી રીતે પાર પાડી શકાય વહીવટ બેવડાય નહી હરીજનો, આદીવાસીઓ તેમજ પછાતવર્ગને પુરતું રક્ષણ મળી શકે તે માટે પંચાયતી રાજયતંત્રસંસ્થાઓ માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી અને નીચે મુજબ વિકાસ થયેલ છે.

લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વશાસનના મુળ ઉદેશને સારી રીતે પાર પાડી શકાય વહીવટ બેવડાય નહી હરીજનો, આદીવાસીઓ તેમજ પછાતવર્ગને પુરતું રક્ષણ મળી શકે તે માટે પંચાયતી રાજયતંત્રસંસ્થાઓ માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી અને નીચે મુજબ વિકાસ થયેલ છે.

ઈ.સ.૧૯૪૮ બંધારણ સભાએ પંચાયતી રાજ અંગે લંબાઈપૂર્વક ચર્ચાઓ કરી તેને માર્ગદર્શક સિઘ્ઘાંતોમાં ઈ.સ.૧૯૪૯ માં સ્થાન આપ્યું.
ઈ.સ.૧૯પ૦ ર૬ મી જાન્યુઆરીથી સંવિધાન અમલમાં આવતા કલમ-૪૦ થી પંચાયતોના વિકાસની જવાબદારી રાજય સરકારની થઈ.
ઈ.સ.૧૯પર ઘટક વિકાસ સંધોની શરૂઆત
ઈ.સ.૧૯પ૭ બળવંતરાય મહેતા સમિતિનો અહેવાલ જેમાં લોકશાહી વિકેન્દ્રીકરણના સિઘ્ઘાંતો ઉપર ત્રણસ્તરીય પંચાયતી રાજની સ્થાપના.
ઈ.સ.૧૯૬૦ નવો પંચાયત ધારાની રચના અહેવાલ
ઈ.સ.૧૯૬૩ એપ્રિલની પહેલી તારીખથી ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજયનો અમલ શરૂ થયો.
ઈ.સ.૧૯૯ર બંધારણમાં ૭૩ માં સુધારો (રર,ર૩ ડીસેમ્બર-૧૯૯ર)
ઈ.સ.૧૯૯૩ ગુજરાતમાં નવા પંચાયત ધારાનો અને તે મુજબ પંચાયતી રાજયનો અમલ

જીલ્લા પંચાયતની ફરજો

ગુજરાત પંચાયત ધારાની કલમ ૧પ૪ માં જીલ્લા પંચાયતની ફરજો બતાવેલ છે, જેમાં અનુસુચી - ૩ ભાગ ૧ પ્રમાણે જીલ્લા પંચાયતે નીચે જણાવેલ વિગતેની ફરજો બજાવાની છે.

સ્વાસ્થ અને સફાઈના ક્ષત્રે આરોગ્યની સુખસગવડોને લગતી કામગીરી
બાંધકામ ક્ષત્રે રસ્તાઓનું બાંધકામ અને મરામત
શિક્ષણ અને સંસ્કાર ક્ષત્રે પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધે તે માટેના આયોજનને લગતી કામગીરી
વહીવટી ક્ષત્રે પંચાયતોની પ્રવૃતિઓને લગતા આંકડા અને હકીકતો પ્રસિઘ્ધ કરવાની કામગીરી
સામુહીક વિકાસ ક્ષત્રે સામુહીક વિકાસના ક્ષત્રે આયોજન તેમજ વિકાસ યોજનાઓ તૈયાર કરી તેનું અમલીકરણ કરવું
ખેતીવાડી ક્ષત્રે અનાજના ઉત્પાદન માટે ખેડુતોને બિયારણ માર્ગદર્શન આપવા અને ખેતી ખાતાની યોજનાઓની જાણકારી આપવાની કામગીરી.
પશુ સંવર્ધન ક્ષત્રે પશુસંવર્ધન કેન્દ્રોને ઉતેજન અને સહાય આપવાની કામગીરી
ગ્રામ્ય ઉધોગ અને નાના ઉધોગ ના ક્ષત્રે ગ્રામ્ય ઉધોગ અને નાના ઉધોગની વિકાસની લગતી કામગીરી
સમાજ કલ્યાણ ક્ષત્રે સમાજ સેવાને લગતી સંસ્થાઓને તેમના કાર્યમાં જરૂરી સહાય અને ઉતેજન આપવાની કામગીરી
મદદ ક્ષત્રે કુદરતી આફતના પ્રસંગે રાહત કેન્દ્રો તેમજ જરૂરી સહાય આપવાની કામગીરી
નાની સિંચાઈ ક્ષત્રે તળાવો અને નાની સિંચાઈની યોજનાઓને ઉતેજન અને સહાય આપવાની કામગીરી
મહેસુલી ક્ષત્રે સ્થાનીક કરવેરા નાખવાની સુધારવાની અને વસુલાતને લગતી કામગીરી