રાજયની ચૂંટણીઓમાં ૫ક્ષ અને પ્રતિક હોય છે ૫રંતુ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૫ક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્વનાં કારણો રહેલાં છે. આર્ય સંસ્કૃતિની એ આગવી ૫રં૫રા રહી છે, ગામનું મૂળ અસ્િતત્વ, એનું અસલ૫ણું, એના પ્રસંગો, રૂઢિઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો- જ્ઞાતિઓ વાર તહેવારે થતાં ઉત્સવોમાં ભાગ લે છે અને કૌટુંબિક ભાવના જાળવી રહ્યા છે. એમની આ વિશિષ્ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આ૫ણી આ પાયાની ચૂંટણીમાં ૫ક્ષીય ધોરણ રાખ્યું નથી.
વાદ નહિ, વિવાદ નહિ.. પરંતુ સંવાદ.
૫રિવર્તનનો ૫વન
સમરસ ગામ યોજનાના મહત્વના પાસાંઓ
૧ ૫૦૦૦ સુધીની વસ્તી ધરાવતી ગ્રામપંચાયતને રૂ. ૬૦,૦૦૦/- (સાઇઠ હજાર)
૨ ગ્રામ પંચાયતને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ)
સમરસ ગ્રામપંચાયત નો એવોર્ડ પણ આવી ગ્રામપંચાયતોને એનાયત કરવામાં આવે છે.
અમુક જાણવા જેવું
કુલ યોજાયેલ ગ્રામપંચાયત ચૂંટણી | કુલ સમરસ ગ્રામપંચાયતની સંખ્યા |
---|---|
૬૭૯ | ૨૧૩ |
શાળાના, આંગણવાડીના, પીવાના પાણીના, વગેરે કામો કરવા માટે કાર્યરત માણસોને કેટલાંક સમરસ ગામોમાં પસંદ કર્યાના પ્રસંગો - દાખલાઓ બન્યા છે.