×

શાખાની કામગીરી

 • જિલ્લાની આંકડાકીય રૂપરેખા, સામાજિક આર્થિક સમીક્ષા અને વાર્ષિક વહીવટી અહેવાલના પ્રકાશન પ્રસિદ્ધ કરવાની કામગીરી અને GISS Portal ના DSO portal માં ડેટા એન્ટ્રી કરાવવી.
 • જિલ્લાના તમામ તાલુકાની આંકડાકીય રૂપરેખા તૈયાર કરાવવાની કામગીરી
 • લોકલ બોડી (સ્થાનિક સંસ્થા)ના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત અને જિલ્લા પંચાયતના સેકટર વાઈઝ હિસાબો તૈયાર કરવાની કામગીરી અને GISS Portal પર ડેટા એન્ટ્રી કરાવવી
 • બિઝનેસ રજિસ્ટર અંતર્ગત જિલ્લામાં કુલ ૭ એકટ પ્રમાણે નોંધાયેલ એકમોના સર્વે અને GISS Portal પર ડેટા એન્ટ્રી કરાવવી
 • વિલેજ પ્રોફાઇલ અન્વયે ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ ૩૦૩ સવલતોની દર ત્રિમાસ/વાર્ષિક અદ્યતન કરવાની કામગીરી
 • Sub State Level CPI અન્વયે જિલ્લાના પસંદગી પામેલા ૧૪ બજારોની અંદાજે ૪૦ થી ૫૦ દુકાનોમાંથી ૨૫૦ જેટલી ચીજવસ્તુઓના ભાવ દર માસે મેળવી પત્રક તૈયાર કરી પત્રકો મોકલવાની કામગીરી
 • જિલ્લા કક્ષાએ એકઠા કરેલા છૂટક અને જથ્થાબંધ ભાવો પરથી દર છ માસે " Half Yearly Bulletin on Price Statistics-Banaskanttha" પ્રકાશન પ્રસિદ્ધ કરવાની કામગીરી
 • ઔદ્યોગિક ઉત્પાદનના સુચક આંક(IIP)ની કામગીરી
 • વિકેન્દ્રીત આયોજન મંડળની તમામ સદરોની ગ્રાન્ટ ઉગવણી, ગ્રાન્ટ ફાળવણી કરી ડ્રાફ્ટ કઢાવી અમલીકરણ અધિકારીને મોકલવાની કામગીરી તમામ સદરોના પ્રગતી અહેવાલ તૈયાર કરવા રજિસ્ટરો નિભાવવા તથા વર્ષવાર/સદરવાર હિસાબો તૈયાર કરવાની કામગીરી
 • જિલ્લાના આવકના અંદાજો માટે નિયત થયેલા ૩ સેકટરોના પેટા વિભાગોની માહિતી મેળવવી તેમજ તેની માહિતી બ્યુરો ક્ચેરી ગાંધીનગરને મોકલવા.
 • જિલ્લાના વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ કરી વિકાસના કામોનો વિનિયમન અહેવાલ તૈયાર કરી મોકલવા.
 • જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પોર્ટલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વર્કપ્લાનની કામગીરી
 • વસતિ ગણતરીની કામગીરી,આર્થિક મોજણીની કામગીરી,ખેતી વિષયક ઈનપુટ સર્વે,પાક કાપણી અખતરા વગેરેની કામગીરી
 • પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, ગાંધીનગર તરફથી સોપવામાં આવતી અન્ય કામગીરી